તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 5th June 2025
પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં મુંબઈનું વર્ચસ્વ
સેલિબ્રિટી રોકાણકારોની યાદીમાં રશ્મિકા-દીપિકાઃ એચસીએલ ટેક ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા આગામી પેઢીમાં સૌથી પ્રભાવશાળી મહિલા નેતાઓની યાદીમાં ટોચ પર :કેન્ડેરે હુરુન ઈન્ડિયાએ તાજેતરમાં દેશની સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદી બહાર પાડીઃ યાદીમાં ૯૭ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છેઃ આમાંથી ૩૮ મુંબઈની છે

નવી દિલ્હી તા.૫: કેન્ડેરે હુરુન ઈન્ડિયાની ૨૦૨૫ ની મહિલા નેતાઓની યાદીમાં પસંદ કરાયેલ ૯૭ સૌથી -ભાવશાળી મહિલા નેતાઓમાંથી ૩૮ મુંબઈની છે. દિલ્હીની ૧૨ મહિલાઓને આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં, પ્રથમ પેઢીના સંપત્તિ સર્જકો, સેલિબ્રિટી રોકાણકારો, પરોપકારીઓ, રમતગમત અને કલા સહિત નવ શ્રેણીઓમાં પસંદ કરાયેલ ૯૭ મહિલાઓને સ્થાન મળ્યું છે. સેલિબ્રિટી રોકાણકારોની યાદીમાં રશ્મિકા મંદાના અને દીપિકા પાદુકોણના નામનો સમાવેશ થાય છે. આ ટોચના સેલિબ્રિટી રોકાણકારો સેલિબ્રિટી પાવરને સ્ટાર્ટઅપ રોકાણમાં ફેરવી રહ્યા છે.
રશ્મિકા મંડન્ના ૪૬.૧ મિલિયન ફોલોઅર્સ સાથે ટોચના ૧૦ માં સૌથી નાની ઉંમરના સેલિબ્રિટી રોકાણકાર છે અને માયગ્લેમના શ્રદ્ધા કપૂર ટોચ પર છે. આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા પણ તેમાં સામેલ છે. કોટક મહિન્દ્રા બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર શાંતિ એકમ્બરમ હુરુન ઇન્ડિયા રેન્કિંગમાં દેશના ટોચના મહિલા વ્યાવસાયિકોની યાદીમાં ટોચ પર છે.
સૌથી પ્રભાવશાળી મહિલા
એચસીએલ ટેક ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા આગામી પેઢીમાં સૌથી પ્રભાવશાળી મહિલા નેતાઓની યાદીમાં ટોચ પર છે. ૪૩ વર્ષીય નાદર એચસીએલ ટેકનું નેતળત્વ કરે છે, જેની માર્કેટ કેપ રૂ. ૪.૭૮ લાખ કરોડ છે. રોશની પછી હિન્દુસ્તાન ઝિંકના ચેરપર્સન ૩૫ વર્ષીય પ્રિયા અગ્રવાલ હેબ્બર છે. તેનું માર્કેટ કેપ રૂ. ૧.૯૭ લાખ કરોડ છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના એક્ઝિકયુટિવ ચેરપર્સન નિસાબા ગોદરેજ ત્રીજા સ્થાને છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
