<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં નવજોત સિંહ સિદ્ધુની ધમાકેદાર વાપસી! : સિઝન ૩ માં અર્ચના પૂરન સિંહનું પત્તું કપાતા અટક્યું?

ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર શોના ત્રીજા સિઝનનો પ્રોમો રિલીઝ : સિદ્ધુને જોઈ અર્ચના પૂરન સિંહ ચોંકી ઉઠી! : ૨૧ જૂને રાત્રે ૮ વાગ્યે પ્રથમ એપિસોડ થશે ટેલિકાસ્ટ

મુંબઈ, ૦૯ જૂન ૨૦૨૫: કોમેડિયન કપિલ શર્માનો લોકપ્રિય શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવી રહ્યો છે. ટીવી પર દર્શકોના દિલ જીત્યા બાદ, આ શોના બે સિઝન ઓટીટી પર પણ હિટ રહ્યા પછી, હવે ત્રીજી સિઝન સાથે શો ફરીથી દર્શકોના મનોરંજન માટે પાછો ફરી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે શોના ત્રીજા સિઝનની ઘોષણા કરતા એક રોમાંચક પ્રોમો શેર કર્યો છે, જેમાં દર્શકો માટે એક મોટું આશ્ચર્ય છુપાયેલું છે.
લાંબા સમયથી દર્શકો શોમાં નવજોત સિંહ સિદ્ધુને ફરીથી જોવા ઈચ્છી રહ્યા હતા, અને હવે તેમનો ઈંતજાર પૂરો થયો છે! 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' સિઝન ૩ માં નવજોત સિંહ સિદ્ધુ જોવા મળશે.
નેટફ્લિક્સ પર 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' પોતાના સિઝન ૩ સાથે ફરી એકવાર દર્શકો વચ્ચે આવી રહ્યો છે. તાજેતરમાં મેકર્સ દ્વારા જારી કરાયેલા પ્રોમોની શરૂઆત કપિલ શર્માથી થાય છે, જે અર્ચના પૂરન સિંહની આંખો પર પટ્ટી બાંધીને તેમને સેટ પર લઈ જાય છે. કપિલ કહે છે કે અર્ચનાના કારણે શોની બે સિઝન બેક ટુ બેક હિટ રહી છે, તેથી નેટફ્લિક્સ તેમને એક ખાસ ભેટ આપવા માંગે છે. આ સાંભળીને અર્ચના ઉત્સાહિત થઈને પૂછે છે કે ભેટમાં મને નવી ગાડી, ઘર કે નેટફ્લિક્સમાં શેર મળશે?
આંખો પરથી પટ્ટી હટાવતા જ અર્ચનાને ખુરશી પર બેઠેલા નવજોત સિંહ સિદ્ધુ દેખાય છે, જેમને જોઈને અર્ચના પૂરન સિંહ ટેન્શનમાં આવી જાય છે. કપિલ મજાકમાં અર્ચનાને આંખો પર નહીં પણ મોઢા પર પટ્ટી બાંધવાનું કહે છે, કારણ કે હવે નવજોત તેમને બોલવા દેશે નહીં.
આ પ્રોમો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે નવજોત સિંહ સિદ્ધુ 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ૩' માં ફરીથી જોવા મળશે. આ મોટા આશ્ચર્યથી ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે, કારણ કે તેમને હવે નવજોત સિંહ સિદ્ધુની વિશિષ્ટ શાયરીઓ ફરીથી સાંભળવા મળશે. શોનો પહેલો એપિસોડ ૨૧ જૂને રાત્રે ૮ વાગ્યે ટેલિકાસ્ટ થશે.

 

(4:07 PM IST)