News of Tuesday, 10th June 2025
અક્ષયકુમારની 'હાઉસફુલ 5' એ ધમાલ મચાવી:રિલીઝના 4 દિવસમાં જ 100 કરોડની કમાણી
જો ફિલ્મ આ જ ગતિએ કમાણી કરતી રહેશે તો બીજા વિકએન્ડ સુધી દેશમાં 150 કરોડ રુપિયાનો બિઝનેસ કરી લેશે.

મુંબઈ :અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ હાઉસફુલ 5 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે રિલીઝના ચાર દિવસોમાં જ ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મે 100 કરોડની કમાણી કરી લીધી છે. ત્યારે ચાલો જાણીએ કે ફિલ્મે રિલીઝના ચોથા દિવસે એટલે કે સોમવારે કેટલા કરોડની કમાણી કરી હતી…
સેકનિલ્કના અહેવાલ અનુસાર ફિલ્મે રિલીઝના ચોથા દિવસે 13.50 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મે 24 કરોડની ઓપનિંગ લીધી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે શનિવારે 31 કરોડ, રવિવારે 32 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ હાઉસફુલ 5 એ બોક્સ ઓફિસ પર કુલ કમાણી 101 કરોડનો બિઝનેસ કરી લીધો છે.
ફિલ્મની વર્લ્ડ વાઈલ્ડ કમાણીના આંકડા જોઈએ તો 4 દિવસમાં વિદેશોમાં કુલ 37 કરોડથી વધુની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મે વર્લ્ડ વાઈલ્ડ કુલ 140 કરોડની કમાણી કરી છે. હાઉસફુલ 5 ફિલ્મ 225 કરોડ રુપિયામાં બનાવવામાં આવી હતી. જો ફિલ્મ આ જ ગતિએ કમાણી કરતી રહેશે તો બીજા વિકએન્ડ સુધી દેશમાં 150 કરોડ રુપિયાનો બિઝનેસ કરી લેશે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
