તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 14th June 2025
૮૯ વર્ષના ધર્મેન્દ્રએ પહેલી પત્ની સાથે સેલિબ્રેટ કરી ૭૧મી વેડિંગ એનિવર્સરી
ફોટો દીકરા બોબી દેઓલે સોશિયલ મીડિયા પર શેર કર્યા

મુંબઈ,તા.૧૪: બોલીવૂડના હેન્ડસમ હંક ગણાતા ૮૯ વર્ષીય અભિનેતા ધર્મેન્દ્રએ ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા, પણ પોતાની પહેલી પત્નીને તેમણે ડિવોર્સ નહોતા આપ્યા. ધર્મેન્દ્રના પહેલાં પત્નીનું નામ પ્રકાશ કૌર છે અને ધર્મેન્દ્ર બંને પત્નીઓ અને પરિવાર સાથે સમય પસાર કરતાં જોવા મળે છે. હાલમાં જ ધર્મેન્દ્રએ પ્રકાશ કૌર સાથે ૭૧મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી, જેના ફોટો દીકરા બોબી દેઓલે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
બોબી દેઓલે ફોટો શેર કરતાં લખ્યું હતું કે હેપ્પી એનિવર્સની મા અને પાપા. શેર કરેલાં ફોટોમાં ધર્મેન્દ્રના ગળામાં માળા જોવા મળી રહી છે અને કેમેરા સામે પોઝ આપી રહ્યા છે તો પાછળથી પત્ની પ્રકાશ કૌર તેમને હગ કરી રહ્યા છે.
ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના લગ્ન ૧૯૫૪માં થયા હતા. એક્ટરે બોલીવૂડ ડેબ્યુ પહેલાં પ્રકાશ કૌર સાથે લગ્ન કરી લીધા હતા અને એ સમયે તેમની ઉંમર ૧૯ વર્ષની હતી. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને ચાર સંતાનો છે. બંનેની ૭૧મી વેડિંગ એનિવર્સરી હતી.
ધર્મેન્દ્ર અને હેમા માલિની ૧૯૭૦માં ફિલ્મ તુમ હસીન મેં જવામાં જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે મળ્યા હતા. બંને જણ થોડોક સમય સુધી રિલેશનશિપમાં રહીને આખરે લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી ધર્મેન્દ્ર અને હેમા માલિનીને બે દીકરીઓ છે નામે ઈશા અને આહાના.(૪૦.૭)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
