<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત'ની ચોથી સિઝન આવશે ૨૪ જૂને

પંચાયતની ટીમે ટ્રેલર લોંચ કરવાની સાથે જાહેર કરી રિલીઝ ડેટ

 

 

મુંબઈ,તા૧૪: ‘પંચાયત' એ સૌથી લોકપ્રિય વેબ સિરીઝમાંની એક સિરીઝ છે, જેની દરેક સીઝનની દર્શકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્‍યારે હવે તેની નવી સીઝનની રિલીઝ ડેટ જાહેર કરી દેવાઈ છે. પંચાયતની ચોથી સીઝન ૨૪ જૂને રિલીઝ કરવામાં આવશે.

નવી સીઝન સાથે ફુલેરામાં નવી વાર્તા અને નવો માહોલ જોવા મળશે. એ જ ચહેરાઓ અને એ જ પાત્રો નવા પડકારો અને નવી રમુજ સાથે ફરી એ જ હુંફ અને લાગણીનો અનુભવ કરાવશે. આ સીઝનમાં પણ જિતેન્‍દ્ર કુમાર, નીના ગુપ્‍ચાસ રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્‍વિકા, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને પંકજ જ્‍હા મહત્‍વના પાત્રોમાં જોવા મળશે. આ સીઝનમાં સ્‍વાનંદ કિરકિરેનું નવું પાત્ર જોવાની પણ મજા આવશે. આ સિરીઝ એમેઝઓન પ્રાઇમ વીડિયો પર ૨૪ જૂનથી ૨૪૦ દેશોમાં જોઈ શકાશે.

આ સીઝનના ટ્રેલર પરથી અંદાજ આવે છે કે આ સીઝનમાં મંજુ દેવી અને ક્રાંતિ દેવી વચ્‍ચે યુદ્ધ ફાટી નીકળશે અને તેનાથી દર્શકોને વધુ મજા અને મનોરંજન મળશે. બંને પક્ષ ચૂંટણીમાં એકબીજાને માત આપવા તૈયાર છે, બંનેના ચોટદાર સૂત્રો લખાઈ રહ્યાં છે અને એકબીજાના મુલ્‍યો અને વચનો પર મરી મસાલા ભભરાવવા તૈયાર છે. સાથે જ આ વખતની સીઝનમાં બંને પક્ષોના મજાના ચૂંટણી ગીતો સાંભળવાની પણ મજા આવશે. આ વખતની સીઝનની મહત્‍વની વાત એ છે કે આ વખતે રિલીઝ ડેટ દર્શકોએ તૈયાર કરી છે. સિરીઝની ટીમ દ્વારા દર્શકો પાસે રિલીઝ ડેટ માટેના મત માગવામાં આવ્‍યા હતાં, જેમાં ૬.૫ મિલિયન વોટ મળ્‍યા હતા. તેના કારણે આ સિરીઝની રિલીઝ ડેટ વહેલી કરી દેવામાં આવી છે. આ સીઝન વિશે નીના ગુપ્તાએ કહ્યું, મંજુ દેવીનાં પાત્રથી મને ઘણો સંતોષ થયો છે. કારણ કે તે આજે સૌથી વધુ લોકપ્રિય પાત્રોમાંનું એક બની ગયું છે, તેને લોકોનો ઘણો પ્રેમ મળ્‍યો છે. આ બધી સીઝનમાં આ પાત્રની એક સફર રહી છે, જેમાં બહુ મજા આવી છે, ચોથી સીઝનમાં નવા ટવિસ્‍ટ્‍સ જોવા મળશે, તેનાથી પાત્ર વધુ રસપ્રદ બનશે. આ વખતે દર્શકોને જે સરપ્રાઇઝ મળવાની છે, એમાં મજા આવી જવાની છે.

જ્‍યારે સચિવ બનતા જિતેન્‍દ્ર કુમારે કહ્યું, પંચાયત ઓથેન્‍ટિક વાર્તાનું બહુ સારું ઉદાહરણ છે, જે ઘણા ભૌગૌલિક પ્રદેશો, વિવિધ ઉમરના લોકો, વિવિધ પ્રકારના રસ ધરાવતા લોકોમાં તેની વાર્તા, સ્‍થાનિક પાત્રો અને નાની નાની બાબતોને કારણે લોકપ્રિય સિરીઝ કેવી હોય તેનું ઉદાહરણ બની ગયું છે. તેના નવા પડાવને દર્શકો કેવો પ્રતિસાદ આપે છે, તે જોવા હું આતુર છું.(૪૦.૨)

(9:59 AM IST)