<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

૨૦૨૫માં ઇન્‍ડિયન બોક્‍સ ઓફિસે ૫૦૦૦ કરોડની કમાણી કરી

વિકી કૌશલની ‘છાવા', અજયની ‘રેડ ૨' અને સલમાનની ‘સિકંદર'નો કમાણીમાં સૌથી મોટો ફાળો : ટોમ ક્રુઝની ‘મિશનઃ ઇમ્‍પોસિબલ-ધ ફાઇનલ રેકનિંગ' સૌથી વધુ કમાણી કરનારી ફિલ્‍મ છે, જેણે ૧૧૭ કરોડની કમાણી કરી

મુંબઈ,તા.૧૯: વર્ષ ૨૦૨૫ લગભગ અડધું વિતી ચૂકયું છે, ત્‍યારે છેલ્લાં ૫ મહિનામાં ઇન્‍ડિયન બોક્‍સ ઓફિસે લગભગ ૫૦૦૦ કરોડની કમાણી કરી છે. આ આંકડા ગયા વર્ષની સરખામણીએ ૨૭ ટકા વધારે છે. છેલ્લાં પાંચ મહિનામાં ‘છાવા', ‘રેડ ૨', ‘મિશન ઇમ્‍પોસિબલ - ધ ફાઇનલ રેકનિંગ' અને ‘સિકંદર' જેવી ફિલ્‍મનો કમાણીમાં સૌથી વધુ ફાળો છે. ત્‍યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષ ભારતીય સિનેમા માટે બ્‍લોકબસ્‍ટર ફિલ્‍મોનાં કમબેકનું વર્ષ રહેશે.

ઓર્મેક્‍સ મીડિયાના બોક્‍સ ઓફિસ પરના અભ્‍યાસ મુજબ મે મહિનામાં બોક્‍સ ઓફિસ પર ૧,૧૩૬ કરોડની કમાણી થઈ હતી. જેમાંથી મોટા ભાગની આવક ‘રેડ ૨' અને ‘મિશન ઇમ્‍પોસિબલ'માંથી થઈ હતી.

જોકે, મે મહિનો સૌથી વધુ કમાણીમાં બીજા નંબરે આવે છે, ફેબ્રુઆરી પહેલા નંબરે છે. જો મે મહિનાની સૌથી વધુ કમાણી કરનાની બે ફિલ્‍મનાં ફાળાની વાત કરવામાં આવે તો માત્ર ‘રેડ ૨' અને ‘મિશન ઇમ્‍પોસિબલ'માંથી કુલ કમાણીની ૨૮ ટકા કમાણા થઈ હતી. આ સિવાયની કમાણીમાં હાલ થિએટરમાં ચાલી રહેલી ફિલ્‍મની આવકની પણ ગણતરી કરવામાં આવી છે. જો ૨૦૨૫ની કુલ આવકની વાત કરવામાં આવે તો અત્‍યાર સુધીમાં ૪,૮૧૨ કરોડની આવક થઈ છે. જે ૨૦૨૪ની સરખામણીએ વાત થાય તો ગયા વર્ષે આ જ સમયે થયેલી કમાણી કરતાં આ વર્ષની કમાણી ૨૭ ટકા વધારે છે. જે આ વર્ષ વધારે કમાણીનું વર્ષ થવાના સંકેત મળે છે.અજય દેવગનની ‘રેડ ૨' મે ૨૦૨૫ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્‍મ બની છે, જેણે ૨૦૦ કરોડથી વધુ કમાણી કરી લીધી છે, હજુ પણ આ ફિલ્‍મ થિએટરમાં ચાલી રહી છે. હવે આ ફિલ્‍મ બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્‍મ છે, કારણ કે આનાથી વધુ કમાણી ‘છાવા'એ કરી છે. જેણે ૬૯૩ કરોડની કમાણી કરી હતી.

જો તાજેતરની હોલિવૂડ રિલીઝની વાત કરવામાં આવે તો, ટોમ ક્રુઝની ‘મિશનઃઇમ્‍પોસિબલ-ધ ફાઇનલ રેકનિંગ' સૌથી વધુ કમાણી કરનારી ફિલ્‍મ છે, જેણે ૧૧૭ કરોડની કમાણી કરી લીધી છે. તેના પછીના નંબરે ‘હિટઃ ધ થર્ડ કેસ'ની કમાણી ૯૫ કરોડ હતી. તેમજ ‘ફાઇનલ ડેસ્‍ટિનેશનઃ બ્‍લડલાઇન્‍સ'ની કમાણી ૭૬ ટકા રહી હતી. આમ મે મહિનો ઇન્‍ડિયામાં હોલિવૂડ ફિલ્‍મ માટે પણ સારો રહ્યો હતો. જુલાઈ ૨૦૨૩માં આવેલી ‘ઓપનહાઇમર - બાર્બી વેવ'માંથી કુલ કમાણી ૨૬૨ કરોડ થઈ હતી.

આ ઉપરાંત સાઉથની ‘ટુરીસ્‍ટ ફેમિલી', ‘રેટ્રો', ‘મામન', ‘સિંગલ' અને ‘થંડરબોલ્‍ટ' જેવી ફિલ્‍મ પણ આવી છે. જો તાજેતરમાં રિલીઝ થયેલી હિન્‍દી ફિલ્‍મની વાત કરવામાં આવે તો ‘ભૂલ ચુક માફ'ની કમાણી ૮૨ કરોડ રહી હતી.

ઓર્મેક્‍સના રિપોર્ટ મુજબ જો ટોપ ટેન ફિલ્‍મની વાત કરવામાં આવે તો આ યાદીમાં સૌથી જાન્‍યુઆરીથી મે સુધીમાં ટોચ પર વિકી કૌશલની ‘છાવા' રહી છે. જેણે ૬૯૩ કરોડની કમાણી કરી હતી. તેના પછી ‘સંક્રાતિકી વાસ્‍તુનામ'ની કમાણી ૨૨૨ કરોડ અને ‘રેડ ૨'ની કમાણી ૨૦૦ કરોડ રહી છે. આ યાદીમાં ‘ગૂડ બેડ અગ્‍લી' ચોથા ક્રમે રહી છે. તેના પછી ‘ગેમ ચેન્‍જર', ‘થુડારમ', ‘સ્‍કાય ફોર્સ', ‘એલ૨ -એમ્‍પુરાન', ‘ડ્રેગન' જેવી ફિલ્‍મનો સમાવેશ થાય છે.

સલમાન ખાનની ‘સિકંદર' ટોપ ટેનમાં સ્‍થાન મેળવી શકી નથી, તેની કમાણી માત્ર ૧૨૧ કરોડ જ હતી. ૩૦ માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્‍મ ઇદ પર રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્‍મને એક્‍ટિંગ અને ડિરેક્‍શન બંનેમાં ઘણી ટિકાનો સામનો કરવો પડ્‍યો હતો. આ ફિલ્‍મે ભારતમાં ૧૦૦ કરોડની અને ગ્‍લોબલી ૨૦૦ કરોડની કમાણી કરી હતી, જોકે, સલમાન ખાનની ફિલ્‍મના ધોરણો મુજબ આ ફિલ્‍મનું પ્રદર્શન નબળું રહ્યું છે.

(10:16 AM IST)