તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
દેશીગર્લ પ્રિયંકા ચોપડા હોલીવુડ ફિલ્મ'હેડ ઓફ સ્ટેટ'ના શૂટિંગમાં આંખ ગુમાવતા માંડ માંડ બચી
એક્શન કોમેડી ફિલ્મના પ્રોમશન ઇન્ટરવ્યૂમાં કર્યો શૂટિંગની રસપ્રદ કિસ્સાઓનો ખુલાસો

મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસે પોતાની આગામી એક્શન કોમેડી ફિલ્મ 'હેડ ઓફ સ્ટેટ'ના શૂટિંગ દરમિયાન આઈબ્રોનો 'ટુકડો' કેવી રીતે ગુમાવ્યો તે અંગે ખુલાસો કર્યો. દેસી ગર્લ પ્રિયંકા તેની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન આપવામાં આવેલ એક ઇન્ટરવ્યુમાં શૂટિંગ દરમિયાન કેટલીક યાદગાર અને રસપ્રદ વાતો વિશે કહ્યું કે એક સીનમાં તેણીને ફ્લોર પર લપસી પડી હતી અને આ દરમિયાન વરસાદ પડી રહ્યો હતો. તેણીએ કહ્યું, "કેમેરો મારી નજીક આવવાનો હતો અને જેમ જેમ કેમેરો મારી નજીક આવ્યો, હું થોડી નજીક આવી, અને તેણે મારી આઈબ્રોનો એક ભાગ કાપી નાખ્યો. તે તો નસીબની વાત છે કે મારી આંખને કશું થયું નથી, તેથી હું ખૂબ આભારી છું કે તે બન્યું નહીં."તેણીએ ખુલાસો કર્યો કે તેણીએ ત્યાં સર્જિકલ ગ્લુ લગાવ્યું અને આઈબ્રો ચોંટાડી અને શૂટિંગ કર્યું કારણ કે તે ફરીથી વરસાદમાં શૂટિંગ કરવા માંગતી નહોતી. ઇલિયા નૈશુલર દ્વારા દિગ્દર્શિત, એક્શન-કોમેડી ફિલ્મ 'હેડ્સ ઓફ સ્ટેટ'માં ઇદ્રિસ એલ્બા, જોન સીના અને પ્રિયંકા ચોપરા જોનાસ મુખ્ય ભૂમિકામાં છે. તેમાં પેડી કોન્સિડાઇન, સ્ટીફન રૂટ, કાર્લા ગુગિનો, જેક ક્વેઇડ અને સારાહ નાઇલ્સ પણ છે. આ ફિલ્મ 2 જુલાઈના રોજ પ્રાઇમ વિડિયો પર અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પ્રીમિયર થશે. એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં, પ્રિયંકા MI6 એજન્ટ નોએલ બિસેટની ભૂમિકા ભજવે છે, જે જોન સીના અને ઇદ્રિસ એલ્બાના પાત્રો સાથે તેમના રાજદ્વારી મિશનમાં વિક્ષેપ પડ્યા પછી પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે જોડાય છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
