News of Saturday, 21st June 2025
ફિલ્મ 'માલિક' આઈટમ સોન્ગ 'દિલ થામ કે' રિલીઝ : હુમા કુરેશીનો જોવા મળ્યો નવો અંદાજ
ફિલ્મની મુખ્ય ભૂમિકામાં રાજકુમાર રાવ- માનુષી છિલ્લર : 11 જુલાઈને થશે રિલીઝ

મુંબઈ: રાજકુમાર રાવ અને માનુષી છિલ્લરની ફિલ્મ 'માલિક'ના નિર્માતાઓએ તાજેતરમાં જ આ ફિલ્મનું નવું ગીત 'દિલ થામ કે' સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે. હુમા કુરેશીએ તેમાં જોરદાર ડાન્સ કર્યો છે. આ ગીત ખૂબ જ ભાવુક છે. તેને સચિન-જીગર જોડીએ કમ્પોઝ કર્યું છે. તેના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. રશ્મીત કૌર અને રાણા મજુમદારે આ ગીત ગાયું છે.નવા ગીત વિશે વાત કરતાં, હુમા કુરેશીએ કહ્યું, "હું ઘણી ફિલ્મો અને શૂટિંગમાં એકસાથે વ્યસ્ત હતી, પરંતુ આ ગીત મારા માટે કેક પર આઈસિંગ જેવું હતું. મને ડાન્સિંગ ખૂબ ગમે છે, અને જ્યારે મારી સાથે આ ગીત વિશે વાત કરવામાં આવી, ત્યારે મેં તરત જ હા પાડી દીધી. 'દિલ થામ કે' પર પરફોર્મ કરવું મારા માટે ખૂબ જ મજેદાર અનુભવ હતો, અને આ ગીતમાં લોકો મને સંપૂર્ણપણે અલગ, દેશી અને મજેદાર શૈલીમાં જોશે." તેણીએ વધુમાં ઉમેર્યું, "શૂટના છેલ્લા દિવસે, મારે લાંબા સમય સુધી સેટ પર રહેવું પડ્યું. મેં 16 કલાક શૂટિંગ કર્યું. પરંતુ હવે જ્યારે ગીત રિલીઝ થયું ત્યારે મારી બધી મહેનત રંગ લાવી છે. રાજકુમાર રાવ સાથે કામ કરવું હંમેશા એક શાનદાર અનુભવ હોય છે. હું ઇચ્છું છું કે લોકો આ ગીત સાંભળે અને પોતાનો પ્રતિભાવ આપે." હુમા કુરેશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગીત શેર કર્યું અને લખ્યું, "''માલિક'' ના ઉજવણીમાં હુમાનું સ્વાગત છે, દિલ થામ લો ... આગ લગને વાલી હૈ! ગીત હવે રિલીઝ થયું છે. 11 જુલાઈએ ફક્ત થિયેટરોમાં ''માલિક'' જોવા જાવ." અગાઉ, ફિલ્મના નિર્માતાઓએ 'નામુમકીન' ગીત રિલીઝ કર્યું હતું, જેમાં રાજકુમાર અને માનુષી છિલ્લરની જોડી હતી. તેમાં પ્રોસેનજીત ચેટર્જી, મેધા શંકર, હુમા કુરેશી, અંશુમન પુષ્કર અને સ્વાનંદ કિરકિરે જેવા ઘણા જાણીતા કલાકારો છે. આ ફિલ્મ ટિપ્સ ફિલ્મ્સ અને નોર્ધન લાઇટ્સ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. ''માલિક' 11 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
