તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
બોબી ર્ડાલિંગે મુનાફ પટેલ સાથે વન નાઈટ સ્ટેન્ડ કર્યુ હતું
એક ક્લબમાં મળ્યા હતા અને ત્યાં બંને એકબીજાના પ્રેમમાં પડયા હતાઃ ચૌંકાવનારો ખુલાસો

મુંબઈ,તા.૦૩: બોલિવૂડ અભિનેત્રી બોબી ર્ડાલિંગે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ સાથેના વન નાઇટ સ્ટેન્ડ વિશે વાત કરી. બોબીએ કહ્યું કે તે એક ક્લબમાં મળ્યા હતા અને ત્યાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે તે પ્રેમ હતો પણ હું તેને કદાચ વન નાઇટ સ્ટેન્ડ જ કહી શકું છું.
બોલિવૂડ અભિનેત્રી બોબી ર્ડાલિંગ ફરી એકવાર ચર્ચામાં છે. ફિલ્મ અને ટીવી જગતમાં પોતાની એક અલગ ઓળખ બનાવનાર બોબીએ પોતાના અભિનયથી લોકોનું ખૂબ મનોરંજન કર્યું છે. તેને બોલિવૂડમાં ટ્રાન્સ અભિનેત્રી તરીકે ઘણી ઓળખ મળી. ૧૯૯૯માં ફિલ્મ તાલથી ડેબ્યૂ કરનાર બોબી ટીવી પર કસૌટી જિંદગી કે થી લઈને બિગ બોસ સુધીના શોમાં પણ જોવા મળી હતી. તાજેતરમાં, તેણે એક એવો ખુલાસો કર્યો જેણે બધાને સ્તબ્ધ કરી દીધા.
હકીકતમાં, બોબી ર્ડાલિંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો એક ભૂતપૂર્વ ક્રિકેટર સાથે વન નાઈટ સ્ટેન્ડ હતો. આ ખુલાસો કરતી વખતે તેણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલનું નામ લીધું.
ઇન્ટરવ્યુમાં, બોબીએ આગળ કહ્યું કે હું કયારેય નહીં કહું કે મુનાફ સાથે મારો કોઈ રોમેન્ટિક સંબંધ હતો, પરંતુ મારા તરફથી થોડો લગાવ જરૂરૂ હતો.
બોબીએ એમ પણ કહ્યું કે જ્યારે તેણે મીડિયા સાથે આ બાબત વાત કરી હતી ત્યારે તેની અને મુનાફ વચ્ચેના સબંધ સમાપ્ત થઈ ગયા હતા. તેણે કહ્યું કે જ્યારે મેં આ વાત જાહેર કરી ત્યારે મુનાફે મને કહ્યું કે આનાથી તેની બદનામી થશે. બીજા ક્રિકેટરો શું વિચારશે, શું કહેશે. મેં તેને કહ્યું કે જ્યારે હું તને ફોન કરું છું ત્યારે તું મારો ફોન ઉપાડતો નથી, હવે હું તેને ખૂબ ગંદી લાગુ છું પણ બેડ પર તેને માખણ જેવી લાગુ છું
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
