<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

શું આમિર ખાને તેની ગર્લફ્રેન્‍ડ ગૌરી સાથે લગ્ન કરી લીધા?

આમિર ખાને આ વર્ષે તેના ૬૦મા જન્‍મદિવસ પર તેની ગર્લફ્રેન્‍ડ ગૌરી સ્‍પ્રેટનો પરિચય કરાવ્‍યો. તાજેતરમાં તેણે તેના અને ગૌરીના લગ્ન વિશે વાત કરી

મુંબઈ,તા.૦૯: આમિર ખાને તાજેતરમાં જ તેની ગર્લફ્રેન્‍ડ ગૌરી સ્‍-ેટ સાથેના તેના સંબંધો અને ત્રીજા લગ્નની શકયતા વિશે ખુલીને વાત કરી હતી. ગૌરી સાથેના તેના લગ્ન વિશે વાત કરતા, આમિરે કહ્યું, મારા હૃદયમાં, હું પહેલાથી જ ગૌરી સાથે લગ્ન કરી ચૂકયો છું. અમે એકબીજા પ્રત્‍યે ખરેખર ગંભીર છીએ. અમે એકબીજા પ્રત્‍યે પ્રતિબદ્ધ છીએ.

આમિર ખાને કહ્યું કે તે ગૌરી સાથે દિલથી લગ્ન કરી ચૂકયો છે. તમને જણાવી દઈએ કે આમિરે પહેલા બે વાર લગ્ન કર્યા છે, પરંતુ બંને લગ્ન અસફળ રહ્યા હતા. તેના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા. તેના અને રીનાના ૨૦૦૨માં છૂટાછેડા થયા હતા. આમિર ખાનને રીનાથી બે બાળકો છે, જુનૈદ ખાન અને પુત્રી આયરા. જુનૈદ ખાને પણ હવે ઈન્‍ડસ્‍ટ્રીમાં ડેબ્‍યૂ કર્યું છે.

રીના દત્તાથી છૂટાછેડા પછી કિરણ રાવે આમિર ખાનના જીવનમાં પ્ર વેશ કર્યો. બંનેએ ૨૦૦૫ માં લગ્ન કર્યા. પરંતુ, ૨૦૨૧ માં તેમના છૂટાછેડા થયા. કિરણ અને આમિર ખાનને એક પુત્ર આઝાદ રાવ ખાન છે. ગૌરી અને આમિર ખાન વચ્‍ચેના વયના તફાવત વિશે વાત કરીએ તો, મિસ્‍ટર પરફેક્‍શનિસ્‍ટ તેની ગર્લફ્રેન્‍ડ કરતા ૧૪ વર્ષ મોટા છે. આમિર ૬૦ વર્ષનો છે. તે જ સમયે, ગૌરી ૪૬ વર્ષની છે

(10:23 AM IST)