<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

પંજાબની કેટરિના કહેવાતી હીરોઈન પ્રોગ્રામમાં એવો ડ્રેસ પહેરીને આવી કે તેને ખુદને પણ શરમ આવી!

ચંદીગઢ,તા.૨૨: પંજાબની કેટરીના કેફ કહેવાતી શહનાઝ ગિલને ખૂબ જ લોકપ્રિયતા મળી. બિગ બોસ જેવા રિયાલિટી શોએ તેની જિદગી પલટી નાખી. આજના સમયે તે કોઈ ઓળખાણની મોહતાજ નથી. અત્‍યાર સુધીમાં કેટલાય મ્‍યૂઝિક એલ્‍બમ અને ફિલ્‍મોમાં કામ કરી ચુકી છે. સૌથી ખાસ વાત તો એ છે કે ઈન્‍ટરનેટ પર તેની જબરી ફેન ફોલોઈંગ જોવા મળે છે. પણ હાલમાં કંઈક એવું થયું કે તેના ચાહકો પણ ચોંકી ગયા હતા.

શહનાથ ગિલ હાલમાં જ એક કાર્યક્રમમાં પહોંચી હતી, જ્‍યાં તે ગોલ્‍ડન સિપ્‍પી-સ્‍ટારથી સજેલા ડ્રેસમાં જોવા મળી હતી. પણ આ ઈવેન્‍ટમાં તે ઉપ્‍સ મૂમેન્‍ટનો શિકાર થઈ હતી. તેનો ડ્રેસ એટલો નાનો હતો કે સરખી રીતે બેસી પણ શકતી નહોતી. હવે તેનો આ વીડિયો ઈન્‍ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

શહનાઝ ગિલે આ ઈવેન્‍ટ માટે ગોલ્‍ડન મિરરવાળો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસ નાનો હોવાની સાથે સાથે ખૂબ જ ફિટ પણ હતો, જેના કારણે ઘણી વાર તો એવું બન્‍યું કે તે કોચ પર બેસવાની કોશિશ કરે છે, પણ બેસી શકી ન હતી. નથી. ઘણી વાર સુધી ડ્રેસ એડજસ્‍ટ કરે છે અને પછી જતાં તે બેસી શકે છે.

તેમાં કોઈ શંકા નથી કે તે આ ડ્રેસમાં ખૂબ જ સુંદર અને સ્‍ટાઈલિશ લાગી રહી છે. તેના ઈન્‍સ્‍ટાગ્રામ પર તેને લગતા ફોટોશૂટ પણ જોવા મળ્‍યા. જ્‍યાં તે એકથી એક ચડિયાતા પોઝ આપતી દેખાઈ રહી છે. જો કે કાર્યક્રમમાં પણ આ સ્‍થિતિને શહનાઝ ગિલે ખૂબ જ સારી રીતે સંભાળ્‍યો.

(9:31 AM IST)