તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 22nd July 2025
અક્ષયકુમાર અને અર્શદ વારસીની ‘જોલી એલએલબી'નું ટીઝર ‘વોર ટુ' સાથે લોંચ થશે
હાલ ફિલ્મની ટીમ પ્રમોશનલ સોંગનું મુંબઈમાં શૂટિગ કરી રહી છે, જેમાં બંને જોલી છે

મુંબઇ તા.૨૨: અક્ષય કુમાર માટે ૨૦૨૫નું વર્ષ સારું રહ્યું છે, તેની એક પછી એક અલગ અલગ વિષયની ફિલ્મ આવી રહી છે અને બોક્સ ઓફિસ પર સારી ચાલે છે. તેની ‘સ્કાય ફોર્સ'થી લઇને ‘કેસરી ચેપ્ટર ૨' અને ‘હાઉસફુલ ૫' સુધીની ફિલ્મમાં તેણે અલગ પ્રકારના રોલ કર્યા છે. તેની ‘જોલી એલએલબી ૩' આ વર્ષની તેની છેલ્લી ફિલ્મ હશે. સુભાષ કપૂરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં અર્શદ વારસી પણ છે. પહેલી જોલી એલએલબીમાં અર્શદ વારસી હતો અને બીજી ફિલ્મમાં અક્ષય કુમાર જોલીના રોલમાં જોવા મળ્યો હતો. ત્યારે ત્રીજા ભાગમાં આ બંને જોલી વચ્ચે ટક્કર જોવા મળશે.
આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે, ફિલ્મની ટીમ ઓગસ્ટ મહિનાથી ફિલ્મનું માર્કેટિગ શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સ્વતંત્રતા દિવસ પર સમગ્ર દેશના થિએટરમાં આ ફિલ્મનું ટીઝર લોંચ થશે. સુત્રએ જણાવ્યું,‘‘જોલી એલએલબી ૩ની ટીમ આ કોર્ટરૂમ કોમેડીનાં ટીઝર ટ્રેલર પર કામ કરી રહી છે, જેમાં આ બંને જોલી સાથે મળીને કેવી અંધાધુંધી રચે છે, જે પહેલાં ક્યારેય જોવા મળી નથી, એ દર્શાવાશે. વિચાર તો ૧૦ ઓગસ્ટ આસપાસ આ ટીઝર લોંચ કરવાનો છે. વોટર ટુ સાથે સમગ્ર દેશના થિએટરમાં આ ટીઝર જોડાવામાં આવશે.''(૩૮.૪)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
