<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

શ્રેયસ તલપડે પણ કરોડો રૂપિયાના ફ્રોડમાં સામેલ?

સુપ્રીમ કોર્ટએ ધરપકડ કરવા પર મૂક્‍યો સ્‍ટે

ઇન્‍દોર તા.૨૨: અલ્‍લુ અર્જુનની ફિલ્‍મ ‘પુષ્‍પા‘માં હિન્‍દી ડબિગ કરનાર અભિનેતા શ્રેયસ તલપડે છેલ્‍લા કેટલાક સમયથી મોટી મુશ્‍કેલીમાં છે. હાલમાં તેને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે અને તેની ધરપકડ પર સ્‍ટે મૂકવામાં આવ્‍યો છે. શ્રેયસ તલપડે પર એક સમાજ દ્વારા છેતરપિડી અને વિશ્વાસઘાતનો આરોપ છે. અભિનેતા શ્રેયસ તલપડેને હરિયાણાના સોનીપત જિલ્‍લામાં એક મલ્‍ટી-માર્કેટિગ ફર્મ સાથે સંબંધિત છેતરપિડી અને વિશ્વાસઘાત કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુનાવણી દરમિયાન અભિનેતાને ધરપકડથી વચગાળાની સુરક્ષા આપી અને હરિયાણા પોલીસ અને અન્‍ય લોકોને નોટિસ જાહેર કરી અને આ મામલે સ્‍પષ્ટતા માગી. એફઆઈઆરમાં તલપડે અને અન્‍ય કલાકારો અને ફર્મના બ્રાન્‍ડ એમ્‍બેસેડરને સામેલ કરવા અંગે સુપ્રીમ કોર્ટે હરિયાણા પોલીસ પાસેથી જવાબ માગ્‍યો છે. વાસ્‍તવમાં, આ સમગ્ર મામલો ઇન્‍દોરમાં નોંધાયેલી કંપની ‘હ્યુમન વેલફેર ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી‘ના પ્રમોશન સાથે સંબંધિત છે. આ કંપની લોકોના કરોડો રૂપિયા લઈને ભાગી ગઈ છે. શ્રેયસ તલપડે અને આલોક નાથને તેના બ્રાન્‍ડ એમ્‍બેસેડર જાહેર કરવામાં આવ્‍યા હતા. કંપનીએ શ્રેયસ તલપડે અને આલોક નાથને તેના બ્રાન્‍ડ એમ્‍બેસેડર જાહેર કરીને ચિટ ફંડ યોજના શરૂ કરી હતી. આ કંપની પર ૬ વર્ષમાં રકમ બમણી કરવાના વચનથી લોકોને લલચાવવાનો આરોપ છે. આ યોજનાથી લોકોને લલચાવીને, કંપનીએ ૪૫ લોકો પાસેથી ૯.૧૨ કરોડ રૂપિયા પડાવી લીધા. સંચાલકોએ એજન્‍ટ તરીકે જોડાયેલા લોકોને મેનેજરનું પદ આપીને અન્‍ય લોકોને ઉમેરવા માટે પ્રોત્‍સાહિત કર્યા. કરોડો રૂપિયાની ઉચાપત કર્યા પછી, નવેમ્‍બરમાં સોસાયટીની ઑફિસો અચાનક બંધ થવા લાગી, ત્‍યારબાદ પીડિતોએ આ મામલે અલગ અલગ જગ્‍યાએ  FIR નોંધાવી. આ સંદર્ભમાં, સોનીપત જિલ્‍લાના હસનપુર ગામના એક યુવકે મુરથલ પોલીસ સ્‍ટેશનમાં શ્રેયસ તલપડે અને આલોક નાથ સહિત ૧૩ લોકો વિરુદ્ધ છેતરપિડી અને વિશ્વાસઘાતના કેસમાં FIR નોંધાવી હતી.

(1:38 PM IST)