<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

સુભાષ ઘઈ કમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપીને પાંચ વર્ષમાં કમાશે ૨.૨૪ કરોડ રૂપિયા

 

મુંબઇઃ તા.રર, ફિલ્‍મમેકર સુભાષ ઘઈએ ક્રેસ્‍ટ વેન્‍ચર્સ લિમિટેડ અને મુક્‍તા આર્ટ્‍સ સાથે મળીને અંધેરી-વેસ્‍ટમાં એક કમર્શિયલ પ્રોપર્ટી ૩.૩૮ લાખ રૂપિયાના માસિક ભાડાથી ભાડે આપી છે. ઇન્‍સ્‍પેક્‍ટર જનરલ ઓફ રજિસ્‍ટ્રેશન (IGR) વેબસાઇટ પર ઉપલબ્‍ધ માહિતી પ્રમાણે આ લીઝ-એગ્રીમેન્‍ટનું આ મહિનામાં સત્તાવાર રીતે રજિસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું છે.

ભાડે આપવામાં આવેલી મિલકત અંધેરી-વેસ્‍ટમાં ક્રેસ્‍ટ મુક્‍તા ડેવલપમેન્‍ટમાં આવેલી છે અને એનો બિલ્‍ટ-અપ વિસ્‍તાર આશરે ૭૫૦૦ સ્‍ક્‍વેર ફુટ (લગભગ ૬૯૭ સ્‍ક્‍વેર મીટર) છે. ૬૦ મહિના (પાંચ વર્ષ)ના આ લીઝ-એગ્રીમેન્‍ટમાં ૨૪.૬૬ લાખ રૂપિયાની સિક્‍યોરિટી ડિપોઝિટનો સમાવેશ થાય છે. આ ડીલનું રજિસ્‍ટ્રેશન ૫૭,૫૦૦ રૂપિયાની સ્‍ટેમ્‍પ ડ્‍યુટી અને ૧૦૦૦ રૂપિયાના રજિસ્‍ટ્રેશન-ચાર્જ સાથે કરવામાં આવ્‍યું હતું.ડીલ પ્રમાણે આ ભાડાનું મૂલ્‍ય દર વર્ષે લગભગ પાંચ ટકા વધશે. પ્રથમ વર્ષમાં શરૂઆતી માસિક ભાડું ૩.૩૮ લાખ રૂપિયા છે એ પાંચમા વર્ષ સુધીમાં વધીને ૪.૧૧ લાખ રૂપિયા થઈ જશે. આમ પાંચ વર્ષના ભાડાના સમયગાળા દરમ્‍યાન લગભગ ૨.૨૪ કરોડ રૂપિયા જેટલું કુલ ભાડું મળશે.

(1:39 PM IST)