News of Wednesday, 23rd July 2025
ટ્વિંકલ અને કાજોલની જોડી ઓટીટી પર ખોલશે અનેક ભેદ
ઓટીટી પર આવી રહ્યો છે નવો ચેટ શો ટૂ મચ

મુંબઈ,તા.૨૩: ૯૦ના દાયકાની બે ટોપ એક્ટ્રેસમાં કાજોલ અને ટ્વિંકલ ખન્ના બન્નેની જોડી તમને નવા ટોક શો ‘‘ટૂ મચમાં'' જોવા મળવાની છે.
ઓટીટીના સમયમાં મનોરંજનનું માધ્યમ ઘણી હદે બદલાઈ ગયું છે. ફિલ્મ સિવાય સિને પ્રેમીઓને વેબ સીરિઝ અને રોમાંચક શોઝ જોવા મળે છે. હવે આ કડીમાં એક તરફ એક નવા ટોક શોનું નામ સામેલ થઈ રહ્યું છે, જેનું નામ ‘‘ટૂ મચ'' છે. બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ કાજોલ અને ટ્વિંકલ ખન્ના આને સીરીઝને હોસ્ટ કરતી જોવા મળશે.
‘ટૂ મચ'ની જાહેરાત સાથે, તેનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું છે.
બોલીવુડ નિર્માતા કરણ જોહરનો કોફી વિથ કરણ ઓટીટીની દુનિયામાં સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. હવે કરણના મિત્રો કાજોલ અને ટ્વિંકલ ખન્ના આ સિક્વન્સને આગળ વધારવા માટે તૈયાર છે. ૨૨ જુલાઈના રોજ, ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો દ્વારા ટૂ મચ ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પોસ્ટરમાં કાજોલ અને ટ્વિંકલ પડદા પાછળ એક આઘાતજનક મુદ્રામાં ઉભા જોવા મળે છે. આ ઓટીટ શો ખૂબ જ રોમાંચક બનવાનો છે, કારણ કે કાજોલ અને ટ્વિંકલ ખન્ના બે એવી મહિલાઓ છે જે વાસ્તવિક જીવનમાં તેમના બિંન્દાસ્ત સ્ટાઇલ માટે જાણીતી છે.
આ ટોક શોમાં ફિલ્મ સ્ટાર્સ ગેસ્ટ એન્ટ્રી કરશે, જેમની સાથે ૯૦ના દાયકાની આ પ્રખ્યાત અભિનેત્રીઓ પ્રશ્ન-જવાબ સત્ર કરતી જોવા મળશે. અક્ષય કુમારે તેનું પોસ્ટર શેર કર્યું છે અને કહ્યું છે કે - તમને બંનેને એક પોસ્ટરમાં જોઈને મને થોડો ડર લાગી રહ્યો છે. ખરેખર, શોમાં જે મજા આવશે તેની હું કલ્પના પણ કરી શકતો નથી. તારીખ હજુ જાહેર થઈ નથી.(૪૦.૮)
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
