તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 26th July 2025
કોટનની સિમ્પલ સાડી અને હાથમાં સવાત્રણ લાખની લક્ઝરી બૅગ
સંસદમાં કંગના રનૌતનો આ લુક હાલમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે

નવી દિલ્હી તા.૨૬: કંગના રનૌત જ્યારથી રાજનીતિમાં આવી છે અને સંસદમાં હાજરી આપે છે ત્યારથી હંમેશાં કૉટનની સાદી સાડીમાં જોવા મળે છે. કંગનાનો આ સાડી-લુક અવારનવાર વાઇરલ થાય છે. જોકે હાલમાં કંગના તેની લક્ઝરી બૅગને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં કંગના સંસદમાં તે ફ્રાન્સની બ્રૅન્ડ ર્હમેશ હર બેગ ૩૧ની બૅગ સાથે જોવા મળી હતી જે એક શાનદાર અને સ્પોર્ટી કૅન્વસ-લેધર હાઇબ્રિડ ડિઝાઇનની બૅગ હતી. કંગનાની આ બૅગની કિંમત લગભગ ૩.૨૫ લાખ રૂપિયા છે અને કેટલીક લિમિટેડ એડિશન મૉડલ્સમાં આ કિંમત ચારથી પાંચ લાખ સુધી પણ પહોંચી જાય છે. આમ કંગનાની કૉટનની સિમ્પલ સાડી સાથે સવાત્રણ લાખની લક્ઝરી બૅગનું કૉમ્બિનેશન સોશ્યલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યું છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
