<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

' તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલને 17 વર્ષ પૂર્ણ :સેલિબ્રેશનમાં જેઠાલાલ અને ચંપક ચાચાના વાસ્તવિક જીવનના બાપુજી જોવાયા

બધાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના બે મુખ્ય પાત્રોના વાસ્તવિક પિતાઓને પહેલીવાર કેમેરા સામે જોયા

મુંબઈ : તારીખ 28 જુલાઇના, પ્રખ્યાત ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના સ્ટાર કાસ્ટ અને નિર્માતાઓએ શો નો 17 મો જન્મદિવસ સાથે ઉજવ્યો હતો. આ દરમિયાન, બધાને જેઠાલાલ અને ચંપક ચાચાના વાસ્તવિક જીવનના બાપુજી જોવા મળ્યા હતા. આ ફંક્શનને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સબ ટીવીનો આઇકોનિક શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આજકાલ લોકોના દિલ અને દિમાગ પર છાપ છોડી રહ્યો છે. આ શો છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનુ મનોરંજન કરી રહ્યો છે. જેઠાલાલથી લઈને બબીતાજી જેવા અન્ય પાત્રો દરેક ઘરમાં પ્રખ્યાત છે. આ શો TRP લિસ્ટમાં પણ છવાઈ રહ્યો છે. આ સાથે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો એ તારીખ 28 જુલાઇના રોજ 17 વર્ષ પૂર્ણ કર્યા છે. આ શો 2008 માં ટેલિકાસ્ટ થયો હતો, ત્યારથી તે ટીવી જગતમાં નંબર 1 છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓ અને સમગ્ર સ્ટાર કાસ્ટે સાથે મળીને ઉજવણી કરી હતી.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો એ ટીવી જગત પર પ્રસારિત થયાના 17 વર્ષ પૂર્ણ કર્યા છે. શો નો પહેલો એપિસોડ 28 જુલાઈ 2008ના રોજ દર્શકો સમક્ષ રજૂ થયો હતો. નિર્માતાઓ અને સમગ્ર સ્ટાર કાસ્ટે 17 વર્ષની ઉજવણી કરી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં, જેઠાલાલ અને ચંપક ચાચાનું પાત્ર ભજવનાર કલાકારોના વાસ્તવિક પિતા જોવા મળ્યા હતા. દિલીપ જોશી તેમના પિતા સાથે કેક કાપતા જોવા મળ્યા હતા, જ્યારે અમિત ભટ્ટ પણ તેમના પિતાનો હાથ પકડીને જોવા મળ્યા હતા. બધાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના બે મુખ્ય પાત્રોના વાસ્તવિક પિતાઓને પહેલીવાર કેમેરા સામે જોયા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના અન્ય કલાકારોના માતા-પિતા પણ આ ઉજવણીનો ભાગ બન્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, બધાએ ખૂબ મજા કરી અને કેક પણ ખાધી હતી. આ સમગ્ર ઉજવણીમાં, લોકોને એક પાત્રની ખોટ અનુભવાઈ અને તે હતી દયાબેન. ટીવી અભિનેત્રી દિશા વાકાણી આ શોનો એક મહત્વપૂર્ણ ભાગ હતી પરંતુ પોતાના અંગત જીવનને મહત્વ આપતા, અભિનેત્રીએ શો ને અલવિદા કહી દીધું છે.

(4:06 PM IST)