News of Friday, 8th August 2025
સોનાક્ષી સિંહા અને સુધીર બાબુ અભિનીત સુપરનેચરલ એક્શન થ્રિલર ફિલ્મ 'જટાધારા'નું ટીઝર રિલીઝ આવ્યું સામે
જોવા મળ્યો સોનાક્ષીનો અલગ અંદાજ : ફિલ્મ ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત

મુંબઈ: ફિલ્મ નિર્માતાઓએ શુક્રવારે અભિનેત્રી સોનાક્ષી સિંહા અને સુધીર બાબુ અભિનીત સુપરનેચરલ એક્શન થ્રિલર ફિલ્મ 'જટાધારા'નું ટીઝર રિલીઝ કર્યું છે. સોનાક્ષીનો ખાસ લુક તેમાં બધાને આકર્ષી રહ્યો છે.સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર ટીઝર પોસ્ટ કર્યું છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે, "બલિદાનથી જન્મેલો હીરો - અને લોભથી જન્મેલો અંધકાર, સંઘર્ષ શરૂ થયો છે - 'જટાધારા'નું ટીઝર હવે રિલીઝ થયું છે."ટીઝરમાં સોનાક્ષી આકર્ષક અવતારમાં જોવા મળી રહી છે. ઘરેણાં, ઘેરા કાજલથી શણગારેલી આંખો, લાલ બિંદી અને કપાળ પર તિલક અભિનેત્રીનું ઉગ્ર સ્વરૂપ દર્શાવે છે. 'જટાધારા'માં સોનાક્ષીનો એક અલગ અવતાર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં સુધીર બાબુ પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ટીઝરમાં સુધીર અને સોનાક્ષી એકબીજા સાથે લડતા જોવા મળે છે. વેંકટ કલ્યાણ અને અભિષેક જયસ્વાલ દ્વારા દિગ્દર્શિત 'જટાધારા' એક્શન અને સસ્પેન્સથી ભરેલી મનોરંજક ફિલ્મ છે.ફિલ્મના ટીઝરથી દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે; હવે દર્શકો તેના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત છે. ફિલ્મની વાર્તા વિશેની અન્ય માહિતી ફિલ્મના ટ્રેલરમાં જોવા મળશે.અગાઉ, નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યો હતો, જેમાં સુધીર બાબુ અને સોનાક્ષી સિંહાનો અલૌકિક અવતાર જોવા મળ્યો હતો.ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટરનો લુક પોસ્ટ કરતા, નિર્માતાઓએ લખ્યું, "પ્રતીક્ષા પૂરી થઈ, પૌરાણિક કથાઓના અદભુત દ્રશ્યોથી ભરેલી જટાધારાની સાક્ષી બનો! સુધીર બાબુ, સોનાક્ષી સિંહા અને ભગવાન શંકરની એક ઝલક સ્ક્રીન પર આગ લગાવી રહી છે. પ્રેરણા અરોરા ભારતીય સિનેમાને ફરીથી વ્યાખ્યાયિત કરવા જઈ રહી છે."
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
