<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

મેં TMKOC શો છોડયો નથીઃ અંગત કારણો સર થોડા સમય માટે દૂર થઈ હતી

કોમલભાભીનું પાત્ર ભજવનાર અંબિકા રંજનકરે કરી સ્‍પષ્‍ટતા

મુંબઈ, તા.૨૦: ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્‍મા અત્‍યંત લોકપ્રિય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શોમાંથી ઘણા કલાકારોની એક્‍ઝિટ થઇ રહી છે જેને કારણે આ શો ચર્ચામાં રહે છે. જેનીફર મિષાીથી માંડીને અનેક એક્‍ટર્સની એક્‍ઝિટ બાદ શો ઘણો ચર્ચામાં અને વિવાદમાં પણ રહ્યો છે.

આ શોમાં કોમલ હાથીનું પાત્ર ભજવનાર અંબિકા રંજનકરે પણ શોમાંથી એક્‍ઝિટ લઇ લીધી હોવાની ચર્ચાએ વેગ પકડ્‍યો હતો. તમને જણાવી દઈએ કે એક્‍ટ્રેસ અંબિકા આ શોની શરૂઆતથી જ જોડાયેલાં છે. તેઓઆ શો સાથે ૧૭ વર્ષથી જોડાયેલાં રહ્યાં છે. પણ, છેલ્લા ઘણા એપિસોડથી તે દેખાયાં ન્‍હોતાં. તેઓની આમ શોના એપિસોડમાંથી અચાનકથી એક્‍ઝિટ અંગે ચાહકો પણ મૂંઝવણમાં હતા. પણ, હવે એકટ્રેસે પોતે તે અંગે ખુલાસાભેર વાત કરી છે.

એક્‍ટ્રેસ અંબિકાએ પોતે શો છોડવાની વાતને અફવા ગણાવી હતી અને જણાવ્‍યું હતું કે, ના, મેં શો છોડ્‍યો જ નથી. હું હજુ પણ તારક મહેતાના ઉલ્‍ટા ચશ્‍માનો એક ભાગ છું. હું કેટલાક અંગત કારણોસર થોડા સમય માટે દૂર થઇ હતી. મને મારા માટે થોડો સમય જોઈતો હતો.

મીડિયા રીપોર્ટ અનુસાર તારક મેહતા કા ઉલ્‍ટા ચશ્‍માના તાજેતરના એપિસોડમાં એક નવા પરિવારનો પ્રવેશ બતાવવામાં આવ્‍યો છે. જેમાં એક રાજસ્‍થાની દંપતી અને તેમનાં બે બાળકો ગોકુલધામ સોસાયટીમાં જોવા મળવાના છે. આ પરિવારમાં જે નાની છોકરી છે તેનું નામ બંસરી છે અને તેના ભાઈનું નામ વીર છે. તેમના પિતાનું નામ રતન અને માતાનું નામ રૂપવતી છે. રતન બીંજોલાની ભૂમિકા કુલદીપ કૌરે ભજવી છે. તે સાડીની દુકાનના માલિક છે. જ્‍યારે તેની પત્‍નીની ભૂમિકા ધરતી ભટ્ટે ભજવી છે. તે ગળહિણી તો છે જ સાથે સોશિયલ મીડિયા ઇન્‍ફ્‌લુએન્‍સર પણ છે. અક્ષય સેરાવત અને માહી ભદ્રાએ આ રાજસ્‍થાની દંપતીનાંબાળકોની ભૂમિકા ભજવી છે. (રર.૬)

(10:47 AM IST)