તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
શાહરૂખ ખાનનો ઈજા અંગે મોટો ખુલાસો: 'નેશનલ એવોર્ડ ઉઠાને કે લિયે એક હી હાથ કાફી હૈ!'
શાહરૂખ ખાને ચાહકોને ખાતરી આપી કે તેમની ઈજા ગંભીર નથી અને તે ટૂંક સમયમાં સાજા થઈ જશે. તેમના આ નિવેદને તેમના ચાહકોના દિલ જીતી લીધા છે.

મુંબઈ : બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તાજેતરમાં પોતાની ઈજાને કારણે ચર્ચામાં હતા. પરંતુ, તેમના આગવા અંદાજમાં તેમણે આ અંગે ખુલાસો કર્યો છે, જેનાથી ચાહકો ખુશ થઈ ગયા છે. શાહરૂખે હાલમાં જ ફિલ્મ 'જવાન' માટે શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ જીત્યો છે અને આ એવોર્ડ પછી તેમના હાથ પર કાસ્ટ સાથેનો એક વીડિયો વાયરલ થયો હતો.
આજે, તેમના પુત્ર આર્યન ખાન ના ડિરેક્ટર તરીકેના ડેબ્યૂ શો 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ' ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં શાહરૂખે પોતાની ઈજા વિશે વાત કરી. તેમણે કહ્યું, "આપ કે દિલ મેં બહોત સવાલ ઊઠ રહે હોંગે તો સાવલોં કે મેં પહેલે હી જવાબ દે ડુ કી મેરે હાથ કો ક્યા હુઆ હૈ? મુઝે થોડી સી છોટ લગ ગયી, ફિર છોટી સર્જરી તો નહીં હુઈ. મહિના લગેગા મુઝે રિકવર કરને કે લિયે, મગર એક હાથ હી કાફી હૈ."
તેમણે પોતાના મજાકિયા અંદાજમાં ઉમેર્યું, "ખરેખર, મોટાભાગે સારી ચીઝ મેં એક હાથ સે હી કર લેતા હૂં. ખાના ખા લેતા હૂં, બ્રશ કર લેતા હૂં, પીછે ખુજલી હોતી હૈ તો વો ભી કર લેતા હૂં. સિર્ફ એક ચીઝ મેં કામી હોતી હૈ જબ મેરે પંહોંયા હાથે નહીં… બતોરને કે લિયે."
શાહરૂખ ખાને આ નિવેદન દ્વારા પોતાના ચાહકોને ખાતરી આપી કે તેમની ઈજા ગંભીર નથી અને તે ટૂંક સમયમાં સાજા થઈ જશે. તેમના આ નિવેદને તેમના ચાહકોના દિલ જીતી લીધા છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
