News of Saturday, 23rd August 2025
સલમાન ખાનની બિગ બોસ ૧૯ માટે ફી થઈ જાહેર: શું 'ભાઈજાન'ની ફીમાં ઘટાડો થયો? જાણો કેટલા કરોડ લેશે!
ટીવીના સૌથી મોંઘા હોસ્ટની નવી ડીલ: પાછલી સીઝન અને વર્તમાન ફીની તુલના: શોના ઇતિહાસમાં સૌથી લાંબી સીઝન: સલમાન શરૂઆતના ત્રણ મહિના શો હોસ્ટ કરશે

મુંબઈ : ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ ૧૯ની શરૂઆત થવા જઈ રહી છે અને હંમેશની જેમ, શોના હોસ્ટ સલમાન ખાનની ફી ચર્ચાનો વિષય બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સીઝન માટે સલમાન ખાનની ફીમાં પાછલી સીઝન કરતા ઘટાડો થયો છે, પરંતુ તેમ છતાં તે કરોડોમાં છે.
અહેવાલો મુજબ, સલમાન ખાન આ ૧૫ અઠવાડિયાની સીઝન માટે રૂ. ૧૨૦ થી ૧૫૦ કરોડની ફી લઈ રહ્યો છે. આ ગણતરી પ્રમાણે, 'વીકેન્ડ કા વાર'ના દરેક એપિસોડ માટે તેની ફી રૂ. ૮ થી ૧૦ કરોડ થશે. જોકે, નિર્માતાઓ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ગત સીઝન, એટલે કે બિગ બોસ ૧૮ માટે સલમાન ખાને રૂ. ૨૫૦ કરોડની જંગી ફી લીધી હતી. જ્યારે બિગ બોસ ૧૭ માટે આ ફી રૂ. ૨૦૦ કરોડ હતી. આ આંકડાઓની સરખામણી કરીએ તો, આ વખતે સલમાનની ફીમાં સ્પષ્ટપણે ઘટાડો જોવા મળી રહ્યો છે.
બિગ બોસ ૧૯ આ શોના ઇતિહાસમાં સૌથી લાંબી સીઝન બનવા જઈ રહી છે. સલમાન ખાન શરૂઆતના ત્રણ મહિના માટે શો હોસ્ટ કરશે, અને બાકીના બે મહિના માટે ફરહ ખાન કે કરણ જોહરને હોસ્ટિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ શોનો પ્રીમિયર ૨૪ ઓગસ્ટે થશે અને દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
