<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

મિડલ ક્‍લાસ પરિવારનો દિકરો - હાઈ - ક્‍લાસ ફિલ્‍મો કરી રહ્યો છે

રાજકોટ જેની જન્‍મ ભૂમિ છે એવો પ્રિત આજે બોલીવુડમાં ધીમે ધીમે પોતાનું સ્‍થાન બનાવી રહ્યો છે

આવતીકાલે તા. ૧૨ સપ્‍ટેમ્‍બરથી તમારી નજીકના સિનેમાઘરમાં રિલીઝ થઈ રહી છે, સંપૂર્ણ સ્‍વચ્‍છ અને પારિવારિક એન્‍ટરટેઇન્‍મેન્‍ટ ફિલ્‍મ - હિર એક્‍સપ્રેસ ઞ્જસ્‍ટાર કાસ્‍ટ : પ્રીત કામાણી, દિવિતા જુનેજા, આશુતોષ રાણા, ગુલશન ગ્રોવર અને સંજય મિશ્રા

બોલીવુડમાં નવા સપના સાથે નવા પડકાર ઝીલતો અને એકલવ્‍યની જેમ સંઘર્ષ કરતો અભિનયનો ગુજરાતી કિંગ પ્રીત કામાણી : પ્રીત દ્વારા અપીલ છે કે, આપ બધા આ ફિલ્‍મ જોવા થિએટરમાં જજો અને આશીર્વાદ પણ આપજો....

મુંબઇ તા. ૧૧ : રાજકોટ જેની જન્‍મ ભૂમિ છે એવો પ્રીત હરેન કામાણી આજે બોલીવુડમાં ધીમે ધીમે પોતાનું સ્‍થાન બનાવી રહ્યો છે.

જેના રગેરગમાં અભિનય ભર્યો છે, અને જરાપણ સંઘર્ષથી થાકતો નથી અને અવિરત સુંદર પાત્રો ભજવી રહ્યો છે.

એડવર્ટાઇઝિંગમાં દિલચશ્‍પી ધરાવતા પ્રીતે સૌ પ્રથમ એડ ફિલ્‍મોમાં કામ શરુ કર્યું અને આશરે (૮૦) થી વધારે એડ ફિલ્‍મોમાં તમે એને જોયો હશે. જેમ - કે, પેપ્‍સી, ટાટા સ્‍કાય, સેન્‍ટર ક્રેશ, કેડબરી, બુમર જેવી અનેક બ્રાન્‍ડની એડ કરીને - જે બોલે તો જાદુ, શક્‍તિમાન જેવા સિરિયલ પ્રોજેક્‍ટ્‍સમાં પોતાનો અભિનય પાથયોં છે એવા પ્રીત કામાણી ઉપર સૂરજ બરજાત્‍યાની નજર પડી અને હમ ચાર નામની ફિલ્‍મ ઓફર કરી. દરમ્‍યાન પ્રીત કોલેજના બીજા વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો તો, રાજશ્રી પ્રોડકશને એના માટે ૬ મહિના પ્રતીક્ષા કરી અને જયારે એનો અભ્‍યાસ પૂર્ણ થયો બાદ ૨૦૧૯માં પ્રીતની પ્રથમ ફિલ્‍મ હમ ચાર થીયેટર્સ માં રજૂ થઇ, ત્‍યાર પછી લોકડાઉન સમયે મનીષા કોઈરાલા અને જાવેદ જાફરી સાથેની નેટક્‍લિક્‍સની એક ઔર મુવી-મસ્‍કા રજૂ થઈ. જેમાં પ્રીતના અભિનયના ભરપૂર વખાણ થયા અને લોકોએ એની પ્રતિભાની નોંધ લીધી ત્‍યારબાદ પ્રીતને સ્‍વચ્‍છ ભારત અભિયાનની ફિલ્‍મ ‘તો કબ?'ના ડિરેકશન અને રાઇટિંગ માટે એવોર્ડ મળ્‍યો. આમ પ્રીતની ધીમી પણ મજબૂત અભિનય યાત્રા ખુબ પ્રગતિ કરી રહી છે.

પ્રીત એક ટેલેન્‍ટેડ એક્‍ટર છે અને એનામાં ફિલ્‍મની વાર્તા સમજવાની કુદરતી જબરદસ્‍ત તાકાત છે જેના લીધે એ ઘણા ઙ્કોજેકટ છોડી દે છે.

પોતાના અભિનયની ઙ્કગતિની યાત્રા દરમ્‍યાન અનુભવ સિન્‍હા ઙ્કોડક્‍શન હેઠળ રતના સિન્‍હા (સાદી મેં જરૂર આના ક્રેઈમ) ઙ્કીત સાથે મિડલ ક્‍લાસ લવ ફિલ્‍મ બનાનવાનું નક્કી કર્યું અને વધુ એક ફિલ્‍મ ઙ્કીતના શિર તાજમાં આવી ગઈ. અતિશય સુંદર અને અસલ બાઙ્ઘલીવુડ ટાઈપ ફિલ્‍મ મિડલ ક્‍લાસ લવ અને મસ્‍કા દ્વારા ઙ્કીતે પોતાનો સંપૂર્ણ પરિચય આપી દીધો કે, પોતાના ઉપર આખે આખી ફિલ્‍મ ઉપાડી શકે છે. ઉપરાંત ઙ્કીતે શાહિદ કપૂર અભિનીત ક્રિકેટ ઉપરની હૃદયસ્‍પર્શી વાર્તા ઉપર સાઉથ ની રીમેક જર્સીમાં નાનો છતાં ખુબ સુંદર અભિનય કરીને પૂરી ફિલ્‍મમાં છવાઈ ગયેલ. દરમ્‍યાન હમણાં જ એમેઝોન ઉપર ઙ્કસારિત થયેલ અને ખુબ જ સફળ સાબિત થયેલ સિરીઝ હાફ સી.એ. (સીઝન ૨) માં પણ ઙ્કીત સર્પોટિંગ હોવા છતાં ખુબ જ ઙ્કસંશા થઈ રહી છે. ૨૦૨૫માં જ ઙ્કીતની એક બહુ જ ચર્ચિત સિરીઝ કિલ દિલ રજૂ થઇ જેમાં ઙ્કીત દ્વારા મુખ્‍ય રોલ સાથે સાથે સિંગર શાન દ્વારા કમ્‍પોઝ કરેલ (૨) ગીતોનું પ્‍લેબેક પણ આપ્‍યું છે.

પ્રીત ગુજરાતનું ગૌરવ સાબિત થઈ રહ્યો છે, કારણ કે, છેલ્લા ૨ મહિનાથી જે લોકો થિએટરમાં ફિલ્‍મ જોવા ગયા છે એમને અનુભવ થયો છે કે ઈન્‍ટરવલમાં પ્રીત દ્વારા અભિનીત પેપ્‍સીની જાહેરાત સાથે હીર એક્‍સપ્રસનું ટ્રેલર એમ બેક ટુ બેક બે વખત પ્રીતના અભિનય જોવાની મજા લીધી છે.

પ્રીત દ્વારા હમણાં જૂન ૨૦૨૫ માં ઇન્‍ડિયન ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં એક ઇતિહાસ પણ બનાવ્‍યો છે. કેન્‍સ ફેસ્‍ટિવલમાં એઈટ કરીને એક પ્‍લેટફોર્મ છે, જેમાં ૪૦ એમએમમાં વન શોટ શોર્ટ ફિલ્‍મ બનાવવાની હોય છે પ્રીત દ્વારા અભિનીત, પ્રોડ્‍યુસ અને નિહાર પાલવે દ્વારા દિગ્‍દર્શિત શોર્ટ ફિલ્‍મ પ્રદર્શિત કરવામાં આવી હતી અને પ્રીત અને એની ટીમ કેન્‍સ ફેસ્‍ટિવલમાં આમંત્રિત હતી. કેન્‍સમાં પોતાના અભિનયનો ઓજશ પ્રદર્શિત કરી આવેલ પ્રીત બે વખત ટેડ એક્‍સમાં આમંત્રિત થયેલ અને યુવા લોકોના હદયમાં કૈંક અનેરું જ સ્‍થાન મેળવી ચુકયો છે.

આજે સોસીયલ મીડિયામાં પણ પ્રીત જરાપણ પાછળ નથી સંપૂર્ણ ઓર્ગેનિક ફોલોઅર્સ આશરે એક લાખ ૬૮ હજારનું બહોળું ઇન્‍સ્‍ટાગ્રામ પેજ ધરાવે છે અને કયારેય પૈસાની લાલય માટે કોઈપણ પ્રકારની એડ અથવા કોન્‍ટેન્‍ટ પણ કોલેબોરેટ નથી કરતો. કારણ કે, પ્રીત માટે એના ફ્રેન્‍સ એની જિંંદગી છે.

અતિશય મળતાવડા સ્‍વભાવ ધરાવતા પ્રીતને ફક્‍ત લગની લાગી છે કે, મારે અભિનય અને એન્‍ટરટેનમેન્‍ટની દુનિયામાં એક સ્‍વચ્‍છ નામ અને અસંખ્‍ય લોકોના દિલમાં પોતાનું સ્‍થાન બનાવવું છે.

(11:03 AM IST)