હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
લદ્દાખ ફેસ્ટિવલ 2025 ના ઉદઘાટન સમારોહમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી

મુંબઈ: ભારતીય અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી લદ્દાખ ફેસ્ટિવલ 2025 ના ઉદઘાટન સમારોહમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી. માનનીય ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર તાશી ગ્યાલસન પણ હાજર રહ્યા હતા. પ્રવાસન અને સંસ્કૃતિ સચિવ શ્રી સંજીત રોડ્રિગ્સે ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ સિદ્ધાંત ચતુર્વેદીને ફેસ્ટિવલ સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું.પર્યટન વિભાગ દ્વારા આયોજિત, લદ્દાખ ફેસ્ટિવલ 24 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે, જે પ્રદેશની જીવંત સંસ્કૃતિ, પરંપરાઓ અને ભોજનની ઉજવણી કરશે. સિદ્ધાંત ચતુર્વેદીની હાજરીએ કાર્યક્રમમાં એક ખાસ આકર્ષણ ઉમેર્યું અને ભારતીય સિનેમા અને સાંસ્કૃતિક પર્યટન વચ્ચેના ગાઢ સંબંધોને પ્રકાશિત કર્યો. આ ભવ્ય ઉદઘાટનમાં પ્રેક્ષકો અને ચાહકોએ યાદગાર ક્ષણો જોઈ.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
