News of Friday, 26th September 2025
રજનીકાંતની ‘જેલર ૨' જૂન ૨૦૨૬માં રિલીઝ થશે
રજનીકાંત કેરળનું શૂટિંગ પૂરું કરીને ચેન્નઈ પહોંચ્યા

ચેન્નાઇ તા.૨૬: ૨જનીકાંતની ૨૦૨૩માં આવેલી સુપરહિટ ફિલ્મ 'જલર'ને મિક્ષ પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ઓટીટી પર આ ફિલ્મને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે તેમણે આ ફિલ્મની સિક્વલની જાહેરાત કરી હતી. હવે તેમણે પોતે જાહેરાત કરી છે કે જેલર ૨ ૧૨ જૂન, ૨૦૨૦ના થિએટરમાં રિલીઝ થશે. તેઓ ફિલ્મનું શૂટિંગ પુરૂ કરીને કેરળથી ચેન્નઈ આવી ગયા છે. ત્યારે તેમણે પોતે મીડિયા સમક્ષ આવાત કરી હતી. વિવિધ સ્થળો પર હાલ જેલર ૨નું રાટિંગ ચાલુ છે.
તાજેતરમાં રજનીકાંતે પાલક્કા, કેરળમાં શુટિંગ કર્યું હતું, જ્યાં તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તેમણે આ ફિલ્મના ક્લાઈમેક્સના શૂટ પહેલાં લોકોનું ખુશીથી અભિવાદન પણ કર્યું હતું. રજનીકાંતે કેરળમાં ફિલ્મના ક્લાઈમેક્સના મોટા સીનનું છેલ્લું શૂટિંગ કર્યું હતું.
આ ફિલ્મન સિકવલ નેલ્સન દિલિપકુમાર કરી રહ્યા છે. રજનીકાંત ફરી આ ફિલ્મમાં ટાઈગર મુથુવેલ પોડિયનના રોલમાં જોવા મળશે. રજનીકાંત સાથે આ ફિલ્મમાં રમ્યા કિશ્નન, યોગી બાબુ અને મિરાના પણ તેમના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની કાસ્ટ સાથે આ વખતે એસજે સૂર્યા, સુરજ વેજારામુડ અને અન્ના રાજન પણ ઉમેરાશે.
એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મમાં શિવા રાજકુમાર અને મોહનલાલની પણ કેમિયો જોવા મળશે. સાથે જ પહેલી ફિલ્મના નાદામુરી બાલક્રિશ્ના અને મિથુન ચક્રોબોતીના રોલ પણ કરી વધુ વિસ્તારથી જોવા મળી શકે છે. આ વર્ષે માર્ચ મહિનામાં રજનીકાંતની જથ્થરની સિકવલની જાહેરાત થઈ હતી.
જો રજનીકાંતની અન્ય ફિલ્મની વાત કરવામાં આવે તો તેઓ છેલ્લે લોકેશ નગરાજની કુલીમાં જોવા મળ્યા હતા. આ સાથે તેમણે કમલ હસન સાથે ૪૬ વર્ષ પછી ફિલ્મની જાહેરાત કરી હતી. આ અંગે કમલ હસને દુબઈમાં નેક્સા સીમા એવોર્ડ્સ ૧૦૨૫ દરમિયાન જાહેરાત કરી હતી. કમલ હસને એન્કરના એક પ્રશ્નના જવાબમાં કહ્યું. અમે વર્ષો પહેલાં સાથે કામ કર્યું હતું. અમે અલગ રહેવાનું પસંદ કર્યું કારણ કે એ લોકોએ હંમેશા બિસ્કિટના બે ભાગ કરીને અમને અડધું અંડધું આપવાનું ચાલુ રાખ્યું અને અમે એની મજા લેતા રહ્યા. અમે હવે અડધા બિસ્કિટથી ધરાઈ ગયા છીએ, તેથી અમે સાથે આવવા માગીએ છીએ.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
