તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
‘ધ ગેમ યુ નેવર પ્લે'...બીજી ઓક્ટોબરે આવી રહી છે થ્રિલર સિરીઝ

મુંબઇ તા. ૨૭: નવી તમિલ સિરીઝ ‘ધ ગેમ યુ નેવર
પ્લે અલોન'નું ટ્રેલર રીલીઝ થયું છે. આ સિરીઝ બીજી ઑક્ટોબરે નેટફિ્લક્સ પર પ્રીમિયર થશે અને દર્શકોને રહસ્યો, નકાબો અને હકીકતની હચમચાવી નાંખે તેવી દુનિયામાં લઈ જશે. એપ્લોઝ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા નિર્મિત આ તમિલ થ્રિલરનું દિગ્દર્શન રાજેશ એમ. સેલ્વાએ કર્યું છે. એની વાર્તા દીપ્તિ ગોવિંદરાજને લખી છે જ્યારે રાજેશ એમ. સેલ્વા અને કાર્તિક બાલાએ સહલેખન કર્યું છે. આ સિરીઝ તે સમયે શરૂ થાય છે જ્યારે ટેકનોલોજી નિયંત્રણની બહાર જઈ જાય છે, અને થ્રિલરના રોમાંચને કુટુંબના સંઘર્ષની તીવ્રતા, સંબંધોની નાજુકતા અને એ ભયજનક પ્રસંગો સાથે જોડે છ. આ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં શ્રદ્ધા શ્રીનાથ છે, જેમની સાથે સંતોષ પ્રભાત, ચંદિની, સ્યામા હરિણી, બાલા હસન, સુભાષ સેલ્વમ, વિવિયા સંત, ધીરજ અને હિમા જેવા કલાકારો પણ જોવા મળશે. દિગ્દર્શક રાજેશ એમ. સેલ્વાએ કહ્યું કે ધ ગેમ દ્વારા હું એ નાજુક રેખાને શોધવા માંગતો હતો જે આપણે બનાવેલી દુનિયા અને આપણે જીવતા જીવન વચ્ચે છે. આ અનેક શૈલીઓનું સંયોજન છે, એક હાઇપ્રોસ્ટેક્સ થ્રિલર, જેમાં કુટુંબના ડ્રામા અને સંબંધોની જટિલતાઓ સ્તર પર સ્તર ગૂંથાઈ છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
