<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

૨૦૨૬માં ‘બોર્ડર ૨', ‘રામાયણ'થી લઇને ‘જેલર ૨' સહીતની ફિલ્‍મો છવાશે

આ વર્ષ સાઉથની ફિલ્‍મોથી લઇને હિન્‍દી ફિલ્‍મો ઘણી સારી ચાલી છે. આ વર્ષ બોક્‍સ ઓફિસ માટે મિશ્ર પ્રતિસાદથી ભરેલું રહ્યું છે, જેમાં કેટલીક ફિલ્‍મ ઘણી સારી ચાલી તો કેટલીક ફિલ્‍મ સ્‍ટાર પાવર છતાં ખાસ કશું કરી શકી નથી

મુંબઇ તા.૧૮: આ વર્ષ સાઉથની ફિલ્‍મોથી લઇને હિન્‍દી ફિલ્‍મો ઘણી સારી ચાલી છે. આ વર્ષ બોક્‍સ ઓફિસ માટે મિશ્ર પ્રતિસાદથી ભરેલું રહ્યું છે, જેમાં કેટલીક ફિલ્‍મ ઘણી સારી ચાલી તો કેટલીક ફિલ્‍મ સ્‍ટાર પાવર છતાં ખાસ કશું કરી શકી નથી. હવે આવનારા ફિલ્‍મમાં કેટલીક મોટી ફિલ્‍મ આવી રહી છે, જેમાં ‘રામાયણ'થી લઇને ‘બોર્ડર ૨' સહિતની મોટી ફિલ્‍મોનો સમાવેશ થાય છે.

૧૯૯૭માં આવેલી લોકપ્રિય ફિલ્‍મની વાર્તા આ ફિલ્‍મમાં આગળ વધશે. આ ફિલ્‍મની એક્‍શન અને ઇમોશનથી દેશના સૈનિકોને એક અંજલિ આપવામાં આવશે. આ ફિલ્‍મ અનુરાગ સિઘ ડિરેક્‍ટ કરશે, જેમાં સન્ની દેઓલ, વરુણ ધવન, દિલજિત દોસાંજ, અહાન શેટ્ટી, સોનમ બાજવા અને મોના સિઘ સહિતના કલાકારો છે. આ ફિલ્‍મ ૨૬ જાન્‍યુઆરીના વીકેન્‍ડને ધ્‍યાનમાં રાખીને ૨૨ જાન્‍યુઆરીએ રિલીઝ કરવામાં આવશે.

રજનીકાંતની એક્‍શન કોમેડી ફિલ્‍મ ‘જેલર' ૨૦૨૩માં હિટ રહી હતી. જેમાં રજનીકાંત સાથે મિથુન ચક્રવર્તી, એસજે સૂર્યા, રામ્‍યા ક્રિશ્નન, મોહનલાલ, યોગી બાબુ અને શિવ કુમાર સહિતના કલાકારો હતા. હવે આ ફિલ્‍મની સ્‍ટોરી ‘જેલર ૨'માં આગળ વધશે. આ ફિલ્‍મ ૧૨ જુન ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.

યશની આગામી ફિલ્‍મ ‘ટોક્‍સિકઃ એ ફેરી ટેલ ફોર ગ્રન અપ્‍સ' હશે, જેમાં તે ‘કેજીએફ ચેપ્‍ટર ૨' પછી હવે ફરી એક વાર દમદાર રોલમાં જોવામ મળશે. ગીતુ મોહનદાસ આ ફિલ્‍મ ડિરેક્‍ટ કરશે, આ એક સ્‍ટાઇલીશ ગેંગ્‍સ્‍ટર ફિલ્‍મ છે, જેમાં નયનથારા, કિઆરા અડવાણી, તારા સુતરિયા, હુમા કુરેશી, રુકમિણી વસંથ, અક્ષય ઓબેરોય અને સુદેવ નાયર મહત્‍વના રોલમાં હશે. આ ફિલ્‍મ ૧૯ માર્ચ ૨૦૨૬, ઇદ પર રિલીઝ થશે.

તમિલ પોલિટિકલ થ્રિલર ‘જન નાયગન' વિજયની અંતિમ ફિલ્‍મ માનવામાં આવે છે. આ ફિલ્‍મ એચ.વિનોદ દ્વારા ડિરેક્‍ટ કરવામાં આવશે. તેમાં પૂજા હેગડે, બોબી દેઓલ, મમિથા બૈજુ, ગૌતમ વાસુદેવ મેનન, પ્રકાશ રાજ, નરૈન અને પ્રિયામણી મહત્‍વના રોલમાં જોવા મળશે. આ ફિલ્‍મ ૯ જાન્‍યુઆરીએ રિલીઝ થશે, તેના પછી વિજય રાજકારણમાં પ્રવેશ કરશે.

નિતેશ તિવારી ડિરેક્‍ટ કરી રહ્યા છે એવી ‘રામાયણ' દેશના લોકો માટે એક મોટી માઇથોલોજિકલ વિઝ્‍યુઅલ ટ્રીટ હશે, દુનિયાભરમાં આ ફિલ્‍મ રિલીઝ થશે. જેમાં ભગવાન રામના રોલમાં રનબીર કપૂર જોવા મળશે, જ્‍યારા સાઇ પલ્‍લવી સીતાનો રોલ કરશે. જેમાં યશ રાવણનો રોલ કરે છે, રવિ દુબે લક્ષ્મણનું પાત્ર ભજવે છે, જ્‍યારે સન્ની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળશે. આ બે ભાગમાં બનનારી ફિલ્‍મનો પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળી પર રિલીઝ થશે

(9:49 AM IST)