<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

યામી ગોૈતમ અને ઇમરાન હાસમીની ફિલ્‍મ ‘હક'નું પોસ્‍ટર થયું રિલીઝ

કોર્ટ રૂમ ડ્રામા એવી આ ફિલ્‍મ આવશે આવતા મહિને

મુંબઇ તા. ૧૮: યામી ગોૈતમ અને ઇમરાન હાસમી આગામી ફિલ્‍મ ‘હક'ને કારણે ચર્ચામાં આ બંનેની ફિલ્‍મ આગામી મહિને રિલીઝ થવાની છે. જેનું એક પોસ્‍ટર રીલીઝ થયું છે.  ફિલ્‍મ રિલીઝને એક મહિનો બાકી હોવા છતાં, જંગલી પિક્‍ચર્સે પોતાની નવી ફિલ્‍મ ‘હક' (HAQ) નું પોસ્‍ટર જાહેર કર્યુ છે. તેમાં યામી ગૌતમ ધર અને ઇમરાન હાશમી વચ્‍ચેની એક ભાવનાત્‍મક અને વિચારશીલ અથડામણ બતાવવામાં આવી છે. પોસ્‍ટરમાંથી એવું અનુમાન લગાવી શકાય છે કે આ એક ગંભીર ડ્રામા છે, જે દેશમાં ચાલી રહેલી ચર્ચાના બે અલગ-અલગ પાસાઓને રજૂ કરે છે. ફિલ્‍મ એક મહત્‍વપૂર્ણ પ્રશ્ન ઉઠાવે છે - કોમ કે કાયદો?

સુપરન એસ. વર્મા દ્વારા દિગ્‍દર્શિત અને રેશુ નાથ દ્વારા લખાયેલી આ ફિલ્‍મ એક ઐતિહાસિક સુપ્રીમ કોર્ટ કેસથી પ્રેરિત છ. આ કથા ‘બાનો-ભારત કી બેટી' નામના પુસ્‍તક પર આધારિત છે. આ ફિલ્‍મ એ સવાલ પુછે છે કે વ્‍યક્‍તિગત કાયદા (પર્સનલ લૉ) અને દેશના કાયદા (સેકયુલર લૉ) વચ્‍ચેની રેખા કયા સ્‍થાને દોરવી જોઈએ? યામી ગૌતમ ધર અને ઇમરાન હાશમી સાથે ફિલ્‍મમાં શીબા ચઢ્ઢા, દાનિશ હુસૈન અને અસીમ હતંગડી પણ મહત્‍વની ભુમિકામાં છે. આ એક શક્‍તિશાળી અને વિચાર કરવા પ્રેરિત કરતો કોર્ટરૂમ ડ્રામા છે. ફિલ્‍મ ૭મી નવેમ્‍બરે સિનેમાઘરોમાં આવશે. 

(11:51 AM IST)