<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

બાહુબલિ-૩ની એડવાન્‍સ્‍ડ બુકિંગ શરૂઃ હજુ બધા કાઉન્‍ટર ખુલ્‍યા નથી ત્‍યાં ૫ કરોડની કમાણી કરી નાખી

રાજમૌલીની આ ફિલ્‍મનો ત્રીજો ભાગ બાહુબલિ એપિક ૩૧મી ઓક્‍ટોબરે ગ્‍લોબલી રિલિઝ થશે

મુંબઇ તા.૨૯: અમરેન્‍દ્ર બાહુબલિ, શિવગામિની, ભલ્‍લાદેવ જેવા પાત્રો સાથે દસ વર્ષ પહેલા ભારતીય થિયેટરો પર રીતસરની ત્રાટકેલી ફિલ્‍મ બાહુબલિ ફરી આવી રહી છે. એસએસ રાજમૌલીની આ ફિલ્‍મનો ત્રીજો ભાગ બાહુબલિ એપિક ૩૧મી ઑક્‍ટોબરે ગ્‍લોબલી રિલિઝ થશે. ફિલ્‍મના પહેલા અને બીજા ભાગે કમાણીના તમામ રેકોર્ડ તોડી નખ્‍યા છે. ત્‍યારે ત્રીજા ભાગનું એડવાન્‍સ્‍ડ બુકિગ શરૂ થયાને અમુક કલાકોમાં જ પાંચ કરોડની કમાણી કરી નાખી છે. હજુ તો બુકિગના બધા કાઉન્‍ટર તો ખૂલ્‍યા પણ નથી, ત્‍યાં લોકોએ ભારે ઉત્‍સાહ બતાવ્‍યો હોવાનુ્‌ં કહેવાય છે.

બાહુબલિ-૩ ફિલ્‍મની પહેલી બે સિકવન્‍સને ભેગી કરી બનાવી છે. ફિલ્‍મ દસ વર્ષ બાદ ફરી આવી રહી છે. જોકે ફિલ્‍મની સ્‍ટોરી સૌ કોઈ જાણે છે. ફિલ્‍મનો પહેલો ભાગ આવ્‍યો ત્‍યારે જ લોકોને ગમી ગયો હતો, પરંતુ તેના અંતમાં કટપ્‍પાને બાહુબલિ કો ક્‍યો મારા એવો સવાલ અને સસ્‍પેન્‍સ મૂકી મેકર્સે કમાલ કરી અને બીજા ભાગને જોવા માટે લોકોએ ભારે ઉત્‍સાહ બતાવ્‍યો હતો.

પ્રભાસ, રાણા દુગ્‍ગાબાટી, તમન્ના ભાટિયા, અનુષ્‍કા શેટ્ટી, રમૈયા કૃષ્‍ણન, સત્‍યરાજ તમામ કલાકારોએ ભારે લોકપ્રિયતા મેળવી હતી. ફિલ્‍મનું મ્‍યુઝિક પણ ઘણું લોકપ્રિય નિવડ્‍યું હતું.

આ ફિલ્‍મે પેન ઈન્‍ડિયા ફિલ્‍મો માટેના દરવાજા ખોલી નાખ્‍યા. સાઉથની ફિલ્‍મને એકસાથે હિન્‍દી સહિત અલગ અલગ ભાષામાં રિલિઝ કરવાનો આ અખતરો ખૂબ જ સફળ રહ્યો અને ત્‍યારબાદ સાઉથ ઈન્‍ડસ્‍ટ્રીએ સમગ્ર દેશમાં અડ્ડો જમાવ્‍યો છે અને બોલીવૂડને ઝાંખું પાડી દીધું છે.

બાહુબલિનું સ્‍પેશિયલ પ્રિમિયર ૩૦મી ઓક્‍ટોબરે છે અને વર્લ્‍ડવાઈડ રિલિઝ ૩૧મી ઑક્‍ટોબરે છે ત્‍યારે જોવાનું કે આ અખતરો કેટલી કમાણી કરે છે.

 

(9:56 AM IST)