<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

યશ સોનીની ફિલ્મ 'ચણિયા ટોળી'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી :કમાણીમાં 'વશ લેવલ 2'ને પાછળ છોડશે

'ચણિયા ટોળી' ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 13.71 કરોડથી વધુ કમાણી કરી લીધી: વર્લ્ડ વાઈલ્ડ ફિલ્મનું કલેક્શન 15.72 સુધી પહોંચ્યું :ફિલ્મ બજેટ કરતાં ડબલ પૈસા કમાઈ : યશ સોનીની ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી બોક્સ ઓફિસ શાનદાર કલેક્શન કરી રહી છે. દિવાળી પર રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહી છે અને રિલીઝના બાર દિવસ બાદ પણ સારી એવી કમાણી કરી રહી છે.

સેકનિલ્કના અહેવાલો અનુસાર 'ચણિયા ટોળી' ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 13.71 કરોડથી વધુ કમાણી કરી લીધી છે, જ્યારે વર્લ્ડ વાઈલ્ડ ફિલ્મનું કલેક્શન 15.72 ની આસપાસ છે. ઉલ્લેખનીય છે કે bollymoviereviewz અનુસાર ચણિયા ટોળીનું બજેટ લગભગ 8 કરોડ રુપિયા હતું. તે જોતા ફિલ્મે તેના બજેટ કરતાં ડબલ પૈસા કમાઈ રહી છે.

 મહત્વની વાત એ છે કે આ પહેલા ગુજરાતી ફિલ્મ વશ લેવલ 2 કે જે હિન્દીમાં પણ રિલીઝ થઈ હતી. તેણે બંને ભાષામાં થઈને પણ માત્ર 16.1 કરોડની કમાણી કરી હતી. જ્યારે ચણિયા ટોળી માત્ર ગુજરાતી ભાષામાં રિલીઝ થઈ હતી અને 12 દિવસમાં જ તે વશ લેવલ 2ના કલેક્શનની નજીક પહોંચી ગઈ છે.

(1:13 PM IST)