<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

ભારતીય એનિમેટેડ ફિલ્‍મ ‘મહાવતાર નરસિમ્‍હા'એ ઇતિહાસ રચ્‍યોઃ ૩૨૬ કરોડ રૂપિયાની કમાણી

ચાલીસ કરોડના ખર્ચે બનેલી ફિલ્‍મે વિશ્વભરમાં અનેક રેકોર્ડ તોડયા : બાહુબલીના નિર્માતાઓ પણ લાવી રહ્યા છે-‘બાહુબલીઃ ધ ઇટર્નલ વોર પાર્ટ-૧' નામની એનિમેટેડ ફિલ્‍મઃ ૧૨૦ કરોડના ખર્ચે બનશેઃ ટીઝર થયું રિલીઝ

મુંબઇ તા. ૭: તાજેતરમાં રિલીઝ થયેલી ‘મહાવતાર નરસિમ્‍હા' નામની એનિમેટેડ ફિલ્‍મે બોક્‍સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો છે. અશ્વિન કુમાર દિગ્‍દર્શીત આ ફિલ્‍મ ૪૦ કરોડના બજેટમાં બની છે, તેની સામે ફિલ્‍મે વિશ્વભરમાં ૩૨૬ કરોડની કમાણી ત્રણ જ દિવસમાં કરી લીધી છે. ભારતની આ એનિમેશન ફિલ્‍મે તમામ રેકોર્ડ તોડી નાંખી ૨૦૦૫માં આવેલી હનુમાન ફિલ્‍મને પણ પાછળ છોડી દીધી છે. આને પગલે હવે ‘બાહુબલી' સિરીઝની મુળ ફિલ્‍મોની ભવ્‍ય સફળતા બાદ, નિર્માતાઓએ ‘બાહુબલી ધ ઇટર્નલ વોર પાર્ટ-૧' નામના એનિમેટેડ પ્રોજેક્‍ટની જાહેરાત કરી છે. આ ફિલ્‍મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્‍યું છે, જેમાં અમરેન્‍દ્ર બાહુબલીનો એનિમેટેડ અવતાર જોવા મળે છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ સેકનિલ્‍ક જેવા બોક્‍સ ઓફિસ ટ્રેકિંગ પ્‍લેટફોર્મના ડેટા મુજબ  આશરે ૪૦ કરોડના સામાન્‍ય બજેટમાં બનેલી આ ફિલ્‍મે વિશ્વભરમાં ૩૨૬ કરોડથી વધુની કમાણી કરી અનેક રેકોર્ડ તોડી નાંખ્‍યા છે. મહાવતાર નરસિમ્‍હા અને છોટા ભીમ જેવી  ફિલ્‍મોની સફળતાએ સાબિત કર્યું છે કે ભારતીય પ્રેક્ષકો, ખાસ કરીને પરિવારો, પૌરાણિક કથાઓ અને સંસ્‍કળતિ સાથે જોડાયેલી ઉચ્‍ચ-ગુણવત્તાવાળી એનિમેટેડ ફિલ્‍મો જોવા માટે તૈયાર છે. આ બદલાવ પાછળ જે પરિબળો જવાબદાર છે. ભારતીય સ્‍ટુડિયો હવે વૈશ્વિક સ્‍તરનું એનિમેશન અને વીએફએક્‍સ બનાવવા સક્ષમ બન્‍યા છે. નેટફિ્‌લક્‍સ, એમેઝોન પ્રાઇમ જેવા પ્‍લેટફોર્મ્‍સ પર મૂળ ભારતીય એનિમેટેડ કન્‍ટેન્‍ટની માંગ વધી છે. ભારતીય પૌરાણિક કથાઓનો ભંડાર વાર્તાઓ માટે અખૂટસ્ત્રોત પૂરો પાડે છે. તેમજ આંતરરાષ્‍ટ્રીય પિક્‍સાર અને ડ્રીમવર્ક્‍સ જેવી કંપનીઓની ડબ થયેલી ફિલ્‍મોએ ભારતમાં એનિમેશન માટે એક વિશાળ દર્શકવર્ગ તૈયાર કર્યો છે.

જો ભારતીય એનિમેટર્સ સ્‍થાનિક સંસ્‍કળતિ અને સંવેદનાઓને વૈશ્વિક કક્ષાના એનિમેશન ધોરણો સાથે જોડીને કન્‍ટેન્‍ટ બનાવતા રહેશે, તો નિઃશંકપણે ભારતીય એનિમેશન સિનેમા ઉદ્યોગની આગામી મોટી હિટ બનવાની ક્ષમતા ધરાવે છે. ઁબાહુબલીઃ ધ ઇટર્નલ વોરઁ અને ઁમહાવતાર નરસિમ્‍હાઁ જેવી ફિલ્‍મો ભારતીય એનિમેશન ઉદ્યોગ માટે માત્ર શરૂઆત હોઈ શકે છે. હવે બાહુબલીનું એનિમેટેડ વર્ઝન આવી રહ્યું છે. આ ફિલ્‍મની જાહેરાત એવા સમયે થઇ છે જ્‍યારે ભારતીય એનિમેશન ઉદ્યોગ મોટા પરિવર્તનમાંથી પસાર થઇ રહ્યો છે. મહાવતાર નરસિમ્‍હાની સફળતાને જોતાં બાહુબલી ધ ઇટર્નલ વોર પાર્ટ-૧ને પણ જબરદસ્‍ત સફળતા મળી શકે તેમ છે. આ એનિમેટેડ ફિલ્‍મનું ટીઝર રીલીઝ થઇ ગયું છે.

હાલમાં બાહુબલી-ધ એપિક નામની ફિલ્‍મ રિલીઝ થઇ છે. જેણે પાંચ દિવસમાં સત્‍યાવીસ કરોડની કમાણી કરી છે. હવે ૧૨૦ કરોડના જંગી બજેટથી બાહુબલીની ટીમ એનિમેટેડ ફિલ્‍મ બનાવશે. જેમાં બાહુબલીને દર્શકો વિરાટ અને નવા સ્‍વરૂપે જોઇ શકશે. આ ફિલ્‍મનું નિર્દેશન ઈશાન શુક્‍લા કરી રહ્યા છે, જેઓ સ્‍ટાર વોર્સ વિઝન્‍સ જેવા આંતરરાષ્‍ટ્રીય પ્રોજેક્‍ટ માટે જાણીતા છે. એસ.એસ. રાજામૌલી આ પ્રોજેક્‍ટને પ્રસ્‍તુત કરી રહ્યા છે અને મૂળ ફિલ્‍મના સંગીતકાર એમ.એમ. કીરવાણી જ સંગીત આપશે. 

(11:52 AM IST)