<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

બોલિવૂડ અભિનેતા સંજય ખાનની પત્ની ઝરીન ખાનનું 81 વર્ષની વયે અવસાન

ઝરીને વર્ષ 1963માં ફિલ્મ 'તેરે ઘર કે સામને'થી ડેબ્યૂ કર્યું હતું. ત્રણ વર્ષ પછી ઝરીને સંજય ખાન સાથે લગ્ન કરી લીધાં હતા

મુંબઈ : બોલિવૂડ અભિનેતા સંજય ખાનની પત્ની ઝરીન ખાનનું અવસાન થયું છે. તેના નિધનથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. ઝરીને પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો, જેમાં “તેરે ઘર કે સામને” અને “એક ફૂલ દો માલી” જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઝરીન 81 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગઈ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ઝરીન ખાનનું નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું છે. તેમના નિધનથી દીકરો ઝાયદ ખાન અને દીકરીઓ સુઝૈન ખાન, સિમોન અરોરા, ફરાહ અલી ખાન સહિત આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સંજય ખાનના પત્ની ઝરીન ખાનના નિધન બાદ એન્ટરટેઈનમેન્ટ જગત સાથે જોડાયેલા સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 

 

12 જુલાઈ, 1944ના રોજ જન્મેલા ઝરીન ભારતીય અભિનેત્રી, ઇન્ટિરિયર ડિઝાઇનર અને કુકબુકના લેખિકા હતા. વર્ષ 1960ના દાયકા દરમિયાન ઝરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ ખૂબ જ ટૂંકા સમય માટે એક્ટિંગ ક્ષેત્રે સક્રિય રહ્યાં હતાં. ત્યારબાદ ઝરીને સંજય ખાન સાથે લગ્ન કરી લીધાં 

 ઝરીનનો જન્મ બેંગલુરુના પારસી પરિવારમાં થયો હતો. તેમણે કોલેજમાં અભ્યાસ નહોતો કર્યો. સ્કૂલ પછી જ ઝરીન ક્રિએટિવિટી અને બિઝનેસની દુનિયામાં આવી ગયાં હતાં. સંજય ખાનના પત્ની તરીકે અને એક અભિનેત્રી તરીકે પણ ઝરીનને ઓળખવામાં આવતા હતા. ઝરીને વર્ષ 1963માં ફિલ્મ 'તેરે ઘર કે સામને'થી ડેબ્યૂ કર્યું હતું. ત્રણ વર્ષ પછી ઝરીને સંજય ખાન સાથે લગ્ન કરી લીધાં. ફિલ્મ 'એક ફૂલ દો માલી'માં ઝરીને કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે પણ કામ કર્યું હતું.

(7:01 PM IST)