News of Saturday, 8th November 2025
ગુજરાતી ફિલ્મ ‘લાલો'એ સફળતાનો ઇતિહાસ રચ્યોઃ ૮.૭૦ કરોડની કમાણી
દિગ્દર્શક અંકિત સખીયાની ફિલ્મમાં શ્રુહાદ ગોસ્વામી, રીવા રાચ્છની મુખ્ય ભુમિકાઃ ગીતો પણ કર્ણપ્રીયઃ પ્રયાસ વગર પણ ફિલ્મ બ્લોકબસ્ટર બની શકે તે આ લાલો ફિલ્મે સાબીત કર્યુ

રાજકોટ તા. ૭: ગુજરાતી સિનેમા માટે એક અભૂતપૂર્વ ઘટનામાં, તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલો-કળષ્ણ સદા સહાયતે'એ બોક્સ ઓફિસ પર ચમત્કારઁ સર્જ્યો છે. સામાન્ય શરૂઆત બાદ, ફિલ્મે ચોથા સપ્તાહમાં એવો ઉછાળો માર્યો છે જે ભારતીય સિનેમાના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. આ અતિ સફળતાનું મુખ્ય રહસ્ય કોઈ મોટું ?મોશન નહીં, પરંતુ દર્શકો દ્વારા કરવામાં આવેલો જબરદસ્ત પોઝિટિવ માઉથ પબ્લિસિટી હોવાનું સામે આવ્યું છે.
ફિલ્મ વિશ્લેષકોના મતે, આ ફિલ્મની સફળતાની ગાથા ખરેખર અનોખી છે. ગત મહિને ૧૦ ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મને પ્રથમ સપ્તાહમાં ખૂબ જ ધીમો પ્રતિસાદ મળ્યો હતો અને કલેક્શન માંડ ૪૦ લાખ (ચાલીસ લાખ રૂપિયા) આસપાસ રહ્યું હતું. બીજા અને ત્રીજા સપ્તાહમાં પણ ગતિ ધીમી રહી. પરંતુ, ચોથા સપ્તાહમાં પ્રવેશતાની સાથે જ ફિલ્મે ઇતિહાસ રચ્યો છે. દર્શકોના હકારાત્મક પ્રતિસાદને કારણે શોની સંખ્યા વધવા લાગી અને ચોથા સપ્તાહના અંત સુધીમાં ફિલ્મે અકલ્પનીય કમાણી કરી. અહેવાલો મુજબ, ફિલ્મે છેલ્લા માત્ર પાંચથી છ દિવસમાં જ ૮.૭૦ કરોડ (આઠ કરોડ સિત્તેર લાખ રૂપિયા) થી વધુનું કલેક્શન કરી લીધું છે, અને કુલ આંકડો ?૧૪ કરોડ (ચૌદ કરોડ રૂપિયા) ને પાર કરી ગયો છે. ચોથા સપ્તાહમાં એક જ દિવસનું કલેક્શન ?૩ કરોડ (ત્રણ કરોડ રૂપિયા) ને વટાવી ગયું હતું, જે તેની શરૂઆતના પ્રથમ સપ્તાહના કુલ કલેક્શન કરતાં અનેકગણું વધારે છે.
આ સફળતાનું રહસ્ય તેની વાર્તામાં છુપાયેલું છે. આ એક ભક્તિમય કથા (ડિવોશનલ ડ્રામા) છે, જેને દિગ્દર્શક અંકિત સખિયા દ્વારા રજૂ કરવામાં આવી છે. ભગવાન કળષ્ણની સહાયતાના વિષય પર બનેલી આ ફિલ્મે ગુજરાતી પરિવારોના દિલ જીતી લીધા છે. દર્શકો આ ફિલ્મને માત્ર મનોરંજન નહીં, પણ એક અનુભવ ગણાવી રહ્યા છે.
ફિલ્મની આ અભૂતપૂર્વ સફળતાને પગલે, પીવીઆર આઇનોક્સ જેવા મોટા મલ્ટિપ્લેક્સ ચેઇન્સે પણ ફિલ્મને વર્ચ્યુઅલ પ્રિન્ટ ફીઁ (વીપીએફ)માંથી મુક્તિ આપી દીધી છે, જે સામાન્ય રીતે માત્ર મોટી હિન્દી કે આંતરરાષ્ટ્રીય ફિલ્મોને જ મળતું હોય છે. લાલોએ સાબિત કરી દીધું છે કે જો કન્ટેન્ટમાં દમ હોય, તો દર્શકોનો પ્રેમ ફિલ્મને કોઈ પણ પ્રચાર વિના બ્લોકબસ્ટર બનાવી શકે છે.
ફિલ્મની અભૂતપૂર્વ સફળતા પાછળ માત્ર તેની હૃદયસ્પર્શી વાર્તા જ નથી, પરંતુ તેના દિગ્દર્શક અને કલાકારોની ?તિભાશાળી ટીમનો પણ મોટો ફાળો છે. આ ભક્તિમય ડ્રામા ફિલ્મનું દિગ્દર્શન અંકિત સખિયા દ્વારા કરવામાં આવ્યું છે. અંકિત સખિયાએ માત્ર દિગ્દર્શન જ નથી કર્યું, પરંતુ તેઓ ફિલ્મના લેખકગણનો પણ હિસ્સો છે. તેમની સાથે કળષાંગ વજા અને વિકી પૂર્ણિમાએ પણ લેખનમાં યોગદાન આપ્યું છે. અંકિત સખિયાનું કુશળ દિગ્દર્શન ફિલ્મના ભાવનાત્મક પાસાને મજબૂતીથી રજૂ કરવામાં સફળ રહ્યું છે.
ફિલ્મની મુખ્ય ભૂમિકાઓ યુવા કલાકારોએ નિભાવી છે, જેમના અભિનયને દર્શકોએ ખૂબ વખાણ્યો છે. શ્રુહાદ ગોસ્વામીઃ જેમણે ફિલ્મમાં લાલોનું મુખ્ય પાત્રન ભજવ્યું છે.રીવા રાચ્છ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળે છે. કરણ જોષીએ જેમણે મહત્વની સહાયક ભૂમિકા ભજવી છે. મિષ્ટી કડેચાએ અભિનયથી દર્શકો પર છાપ છોડી છે. આ મુખ્ય કલાકારો ઉપરાંત અંશુ જોશી, કિન્નલ નાયક, પારૂલ રાજ્યગુરૂ અને જયદીપ ટિમાણિયા જેવા કલાકારોએ પણ ફિલ્મમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ફિલ્મની સફળતામાં તેના સંગીતનો પણ મોટો હાથ છે. ફિલ્મનું સંગીત સ્મિત જય દ્વારા આપવામાં આવ્યું છે, અને ગીતોમાં કિર્તીદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, પાર્થિવ ગોહિલ અને જયસિંહ ગઢવી જેવા દિગ્ગજ ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે. આ ફિલ્મ મેનિફેસ્ટ ફિલ્મ્સ અને જય વ્યાસ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત છે.
ફિલ્મનું સંગીત સ્મિત જય દ્વારા કંપોઝ અને પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, જેમણે ભક્તિરસને આધુનિક સંગીત સાથે ખૂબ જ સુંદર રીતે વણી લીધો છે. ફિલ્મના મોટાભાગના ગીતોના ગીતકાર પ્રેમ ડી દવે છે. આલ્બમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ પોતાનો અવાજ આપ્યો છે. કાન તારી રે, મનોરથ જીવ, માડી મને લજા, દ્વારીકાનો નાથ, નવી સવાર, મનમોહન, કૃષ્ણ થીમ વગેરે ગીતો દર્શકોને ખુબ ગમ્યા છે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
