<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' ગુજરાતી ફિલ્મની હવે વિશ્વભરમાં ચર્ચા થવા લાગી : શનિ-રવિવાર એમ રજાના દિવસોમાં આ ફિલ્મની 'સૂનામી' આવી : એક દિવસના 575થી વધારે શો માત્ર અમદાવાદમાં ફાળવવામાં આવ્યા : લોકોમાં ફિલ્મને લઈને ક્રેઝ વધ્યો

કોઈ ગુજરાતી ફિલ્મને લઈને દર્શકોનો ક્રેઝ હાલ હું પહેલીવાર જોઈ રહ્યો છે. બોલિવૂડ કે હોલિવૂડની ફિલ્મનો લઈને ક્રેઝ હતો પરંતુ કોઈ ગુજરાતી ફિલ્મ માટે આટલી મોટી પડાપડી અને ક્રેઝ ખરેખર ગુજરાતી સિનેમામાં નવા પ્રાણ ફૂકશે અને લોકોને સારી ફિલ્મ બનાવવા માટે પ્રેરણા આપશે : થિયેટરના ઓનર

અમદાવાદ તા.૧૫

આમતો 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' ગુજરાતી ફિલ્મની હવે વિશ્વભરમાં ચર્ચા થવા લાગી છે. ગુજરાત પછી કેનેડા અને ઓસ્ટ્રેલિયાના સિનેમાઘરોમાં પણ રિલિઝ થઈ ચૂકી છે. પરંતુ આ શનિ-રવિવાર એમ રજાના દિવસોમાં માત્ર અમદાવાદનીજ વાત કરીએ તો જાણે આ ફિલ્મની 'સૂનામી' આવી છે તેમ એક દિવસના 575થી વધારે શો માત્ર અમદાવાદમાં ફાળવવામાં આવ્યા છે. આ આંકડો દર્શાવે છે કે લોકોમાં ફિલ્મને લઈને કેવો ક્રેઝ છે.

અમદાવાદમાં 575 શો ફાળવાયા

આ રવિવારની વાત કરીએ તો માત્ર અદાવાદના 70થી વધારે સિનેમાઘરોમાં 575 શો ફાળવવામાં આવ્યા છે. જેની ટિકિટ 100 રૂપિયાથી લઈ 700 રૂપિયા સુધી છે. જ્યારે થિયેટરોના પ્રિમાઈસિસમાં જોઈએ ત્યારે જાણે એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કોઈ મેળામાંથી લોકો આવી રહ્યા હોય કે જઈ રહ્યા હોય.

 

 

થિયેટરના ઓનરે શું કહ્યું?

 

 

 જ્યારે થિયેટર ઓનર સાથે વાત કરી ત્યારે તેઓએ કહ્યું હતું કે, કોઈ ગુજરાતી ફિલ્મને લઈને દર્શકોનો ક્રેઝ હાલ હું પહેલીવાર જોઈ રહ્યો છે. બોલિવૂડ કે હોલિવૂડની ફિલ્મનો લઈને ક્રેઝ હતો પરંતુ કોઈ ગુજરાતી ફિલ્મ માટે આટલી મોટી પડાપડી અને ક્રેઝ ખરેખર ગુજરાતી સિનેમામાં નવા પ્રાણ ફૂકશે અને લોકોને સારી ફિલ્મ બનાવવા માટે પ્રેરણા આપશે. તમારું કન્ટેન્ટ સારું હશે તો લોકો જરૂર સિનેમાઘરો સુધી આવશે તેમા કોઈ શંકા નથી. આ સફળતાથી અમારા બિઝનેસમાં પણ નવા પ્રાણ ફૂકાયા છે. એક દિવસમાં આટલા બધા શો ફાયવાયા હોય તેવી આ પહેલી ઘટના છે. આતો માત્ર અમદાવાદની વાત છે, જ્યારે ગુજરાતભરના શહેરોમાં પણ મારા મતે આ સ્થિતિ હશે.

લાલો ફિલ્મની વાર્તા

 

ફિલ્મની અપાર સફળતાનું મુખ્ય કારણ તેની ભાવનાત્મક અને આધ્યાત્મિક વાર્તા છે, જેણે દર્શકોના દિલ જીતી લીધા છે. ફિલ્મમાં એક સામાન્ય રિક્ષા ચાલક 'લાલો'ની વાત છે, જે પોતાના ભૂતકાળના કર્મોથી પીડિત છે. ભગવાન કૃષ્ણ તેને પરોક્ષ રીતે મદદ કરે છે. શ્રદ્ધા, મિત્રતા અને જીવન મૂલ્યોને સ્પર્શતી આ કથાને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. ફિલ્મ શરૂ થાય ત્યાંથી તે નાના બાળકથી લઈ મોટા દરેક લોકોને જકડી રાખે છે. બાળકો તો ફિલ્મની વચ્ચે માતા-પિતાને પુછવા લાગે છે કે પપ્પા એ પુરાઈ ગયો છે તે બહાર તો નિકળી જશેને. માતા-પિતાના ઝઘડાની બાળ માનસ પર કેવી અસર થાય તેનું એક દ્રશ્ય જ ફિલ્મમાં છે પરંતુ તે બધાને સ્તબ્ધ કરી દે તેવું છે.

(4:49 PM IST)