તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
ફિલ્મ 'લાલો' ની કમાણીમાં લાંબી કૂદ :100 કરોડની કલબમાં એન્ટ્રી કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બનશે
ફિલ્મ રિલીઝ થયાના 45 અઠવાડિયા પછી પણ ફિલ્મની બોક્સ ઓફિસ પર મજબુત પકડ :બોક્સ ઓફિસ પર બમ્પર કલેક્શન

અમદાવાદ : ફિલ્મ લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે ની ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મ બની ત્યારે કોઈને કલ્પના પણ નહી કરી હોય કે તે, ગુજરાતી ફિલ્મ જગતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે. ભલે તેની શરુઆત ગોકળગાયની ગતીએ થઇ હોય, પરંતુ ફિલ્મ રિલીઝ થયાના 45 અઠવાડિયા પછી, ફિલ્મ બોક્સ ઓફિસ પર મજબુત પકડ બનાવીને ચાલી રહી છે.
હાલની સ્થિતિ જોતા ગુજરાતમાં તમામ થિયેટરોમાં દરરોજના સૌથી વધુ ફિલ્મ 'લાલો' ના શો જોવા મળી રહ્યા છે. લોકો પોતાના પરિવાર સાથે આ ફિલ્મ જોવ જવાનું પસંદ કરી રહ્યા છે. જેમાં નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધીના લોકો આ ફિલ્મ નિહાળવા માટે મોંઘી ટિકીટો ખરીદીને જઇ રહ્યા છે. લોકોને આ ફિલ્મ ભીવૂક કરી મુકે તેવી છે, દર્શકોને ફિલ્મના સ્ટાર કાસ્ટની એક્ટિંગ તેમજ તેમાં રહેલા ગીત પણ ખુબજ પસંદ આવી રહ્યા છે. તેમજ વિદેશોમાં પણ ફિલ્મ લાલો ના શો જોવા મળી રહ્યો છે.
ફિલ્મ 'લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' ની ભલે શરૂઆત ધીમી થઇ હોય, પરંતુ જેમ જેમ દિવસો વિતી રહ્યા છે, તેમ તેમ કમાણીમાં નવા રેકોર્ડ બનતા જોવા મળી રહ્યા છે. sacnilk ના રિપોર્ટ પ્રમાણે ફિલ્મ 'લાલો' એ 46 મા દિવસે એટલે કે સાતમા સોમવારે સિનેમાઘરોમાં 1.50 કરોડની કમાણી કરી છે. આમ અત્યાર સુધી આ ગુજરાતી ફિલ્મે 74.85 કરોડની કમાણી કરી છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
