તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 2nd December 2025
ડિસેમ્બર મહિનામાં ઓટીટી પર બિજ વોચર્સ માટે ખુલશે મનોરંજનનો ખજાનો
થ્રિલરથી લઇને કોમેડી અને ડ્રામા જોનરની ૮થી વધુ સિરિઝ અને ફિલ્મ ઓટીટી પર આવી રહી છે

મુંબઈ,તા.૦૨: ડિસેમ્બર એટલે દુનિયા માટે ક્રિસમસ અને વેકેશનનો મહિનો, ત્યારે ઓટીટી પર અનેક મેકર્સ પોતાનું કન્ટેન્ટ લોંચ કરતાં હોય છે. આ ડિસેમ્બર પણ એવો જ રહેવાનો છે, જ્યારે સ્પોર્ટ્સ, થ્રિલર, ડ્રમા, હોરર, કોમેડી વગેરે જોનરનું એટલું બધું કન્ટેન્ટ સ્ટ્રીમ થશે કે જાણે બિજ વોચર્સ સ્ક્રીન સામેથી હટી શકશે નહીં. આ અસર ઇન્ડિયન પ્લેટફર્મ્સ પર પણ થઈ છે, ત્યારે જુઓ આ ડિસેમ્બરનું સ્ટ્રીંમિગ લીસ્ટ..
થિએટરમાં ધીરે ધીરે સફળ થઈને કમાણીના રેકોર્ડ તોડ્યા પછી આ ફિલ્મ હવે ઓટીટી પર આવી રહી છે, જે ૧૬ ડિસેમ્બરથી નેટફિલક્સ પર જોવા મળશે. હર્ષવર્ધન રહાણે અને સોનમ બાજવાની આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ થિએટરમાં તો એક સરપ્રાઇઝ હિટ રહી હતી, હવે ઓટીટી પર તેને કેવો પ્રતિસાદ મળે છે, તે જોવાનું છે.
આ સિરીઝ ૯ ડિસેમ્બરથી સોની લીવ પર આવશે. જેમાં રીઅલ કશ્મીર ફૂટબોલ ક્લબની એક ઇન્સ્પાયરિગ સ્ટોરી અને ઘટનાની વાત છે. તેમાં મોહમ્મદ ઝીશાન અયુબ મહત્વના રોલમાં છે, તેની સાથે માનવ કૌલ પણ લાંબા સમય પછી એક સિરીઝમાં જોવા મળશે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા સિરીઝ છે, જેમાં કાશ્મીરી યુવાનોના સપના, લ્લઢ નિヘય અને કાશ્મીરી જુસ્સાની વાત છે.
આ ફિલ્મ ૧૨ ડિસેમ્બરથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકાશે. થિએટરમાં ભારતમાં જ માત્ર ૧૦૦ કરોડથી વધુ કમાણી કરી લેનાર આ ફિલ્મ હવે ડિજિટલ પ્લેટફર્મ પર આવવાની છે. જેમાં બ્રાડ પિટ એક રેસિગ ડ્રામા સ્ટોરીમાં લીડ રોલમાં જોવા મળશે. રેસિગની દુનિયાના થ્રિલની વાત કરતી આ ફિલ્મ પણ એક સ્પોર્ટ્સ ડ્રામા જોનરની ફિલ્મ છે.
નવાઝુદ્દીન સિદ્દીકી, રાધિકા આપ્ટે, ઇલા અરુણ, રજત કપૂર અને સંજય કપૂર જેવા મજબુક કલાકારો સાથેની આ ફિલ્મ રાત અકેલી હૈઃ બંસલ મર્ડરર્સ ૧૯ ડિસેમ્બરથી નેટફિલ્કસ પર જોવા મળશે. આ એક ઇન્વેસ્ટિગેટીવ થ્રિલર છે.
છેલ્લાં કેટલાંક વખતથી કુનાલ કેમુ કોમેડી ડ્રામા જોનરની અલગ અલગ પ્રકારની ફિલ્મ ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરે છે આ પહેલાં પણ ઓટીટી પર તેની આવી બે ફિલ્મ ઉપરાંત મડગાંવ એક્સ્પ્રેસ સહીતની ફિલ્મ આવી ચુકી છે. હવે આવી વધુ એક ફિલ્મ ૧૨ ડિસેમ્બરથી નેટફિલક્સ પર જોવા મળશે. જેમાં તેને અટાનક એક બાળક મળી જાય છે અને તે અનિચ્છાએ એક કુંવારો પિતા બની જાય છે. આ ફિલ્મમાં તેની સાથે મનોજ પાહવા, પ્રાજક્તા કોહલી જેવા કલાકારો મજા કરાવશે.
મેડોકના હોરર કોમેડી યુનિવર્સની છેલ્લી ફિલ્મ થામા દિવાળી પર થિએટર્સમાં રિલીઝ થઈ હતી, હવે આ ફિલ્મ ૧૬ ડિસેમ્બરે એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી રહી છે. આયુષ્યમાન ખુરાના અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ છે, જેઓ એક વેમ્પાયરની સ્ટોરી કહે છે. જો તમે દિવાળી પર થિએટરમાં જઇને આ ફિલ્મ જોવાનું ચૂકી ગયા હોય તો તમે હવે ઘેર બેઠાં ઓટીટી પર આ ફિલ્મની મજા લઈ શકો છો.
આ ફિલ્મ પણ નેટફિલ્કસ પર ૨૬ ડિસેમ્બરથી ક્રિસમસના વીકમાં જોવા મળશે. જેમાં હુમા કુરેશી, સની સિઘ, શ્રેયસ તલપદે સહીતના કલાકારો છે. જેમાં લંડનનાં પોતાના નવા પ્રેમ અને પતાના વતન લખનૌમાં તેના પરિવાર દ્વારા નક્કી કરાયેલા લગ્ન વચ્ચે નિર્ણય લેવામાં સંઘર્ષ કરતી સલમાની વાત છે.
ડાન્સિંગ ડિવા કહેવાતી માધુરી દિક્ષિત અત્યાર સુધીમાં સોશિયલ કે ફેમિલી ડ્રામા અને હળવા રોલમાં કે પછી રોમેન્ટિક રોલમાં જોવા મળી છે. પરંતુ જિઓ હોટસ્ટાર પર ૧૯ ડિસેમ્બરથી આવનારી આ સિરીઝમાં તે એક નવા અવતારમાં જોવા મળશે. આ ફ્રેન્ચ થ્રિલર લા મન્ટે પરથી ઇન્સ્પાયર્ડ સિરીઝ છે, જેમાં તે પોતાના ડિટેક્ટિવ પુત્રને મદદ કરવા માટે એક ખુનીની નકલ કરે છે
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
