<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

હોલીવુડનું એવોર્ડ ફંક્‍શનઃ જેનિફર લોપેઝને સન્‍માનિત કરાઈ

 પોપસ્‍ટાર અને હોલીવુડ અભિનેત્રી જેનિફર લોપેઝને ધ હોલીવુડ રિપોર્ટર્સ વુમન ઈન એન્‍ટરટેઈનમેન્‍ટ બ્રેકફાસ્‍ટ ગાલામાં સન્‍માનિત કરવામાં આવી હતી. જેનિફર લોપેઝને ઈક્‍વિટી ઈન એન્‍ટરટેઈમેન્‍ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. આઈકોનિક બ્રાઉન આઉટફિટમાં જોવા મળી હતી. બ્રાઉન મિડી સ્‍કર્ટ સાથે ઓવરસાઈઝ બ્રાઉન બ્‍લેઝરનું લૂક ફેશન પોલીસને ખૂબ પસંદ આવ્‍યું હતું. ઈક્‍વિટી ઈન એન્‍ટરટેઈનમેન્‍ટ એવોર્ડ એવા વ્‍યક્‍તિઓને સન્‍માનિત કરે છે જેઓ ફિલ્‍મ અને ટેલિવિઝનના માધ્‍યમથી ઓછું પ્રતિનિધિત્‍વ ધરાવતા સમુદાયોના અવાજ ઉઠાવે છે. આ એવોર્ડ ફંક્‍શનમાં રોબર્ટ ડાઉની જુનિયર, કેરી વોશિગ્‍ટન, ડકોટા જહોનસન, ચેઝ ઈન્‍ફિનિટી, રેજિના હોલ, જીમી કેમેલ, ગોલ્‍ડી હોન, સારાહ પોલસન સહિતના સ્‍ટાર્સ જોવા મળ્‍યા હતા.(૪૦.૧૪)

(10:08 AM IST)