<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

‘ધ ગ્રેટ ઇન્‍ડિયન કપિલ શો' ૨૦ ડિસેમ્‍બરે નેટફિ્‌લક્‍સ પર રિલીઝ થશે!

કપિલ શર્માએ કરી મોટી જાહેરાત : પહેલા એપિસોડમાં જોવા મળશે આ દિગ્‍ગજ ક્રિકેટરો

મુંબઇ, તા.૯: કપિલ શર્માનો કોમેડી શો ‘ધ ગ્રેટ ઇન્‍ડિયન કપિલ શો'નેટફિ્‌લક્‍સના સૌથી લોકપ્રિય શોમાંથી એક છે. શોની છેલ્લા ત્રણ સીઝનને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્‍યો હતો. કપિલ ટૂંક સમયમાં તેની ચોથી સીઝન સાથે પરત ફરવા માટે તૈયાર છે. દર્શકો ઘણા સમયથી ધ ગ્રેટ ઇન્‍ડિયન કપિલ શોની ચોથી સીઝનની રિલીઝ તારીખની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. કોમેડિયને આખરે રાહનો અંત લાવ્‍યો છે અને દર્શકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

કપિલ શર્મા પોતાની હાલમાં તેની આગામી ફિલ્‍મ ‘કિસ કિસકો પ્‍યાર કરું ૨'ના પ્રમોશનમાં વ્‍યસ્‍ત છે. ફિલ્‍મના પ્રમોશન દરમિયાન અભિનેતાએ હ્‍ પર ‘આસ્‍ક મી એનિથિંગ' સેગમેન્‍ટનું આયોજન કર્યું હતું, જ્‍યાં ફેન્‍સે તેમને ઘણા સવાલો પૂછયા હતા. આ વાતચીત દરમિયાન લોકોએ કપિલ શર્મા પાસેથી ધ ગ્રેટ ઇન્‍ડિયન કપિલ શોની રિલીઝ તારીખ પણ મેળવી શકયા હતા. ચાહકોએ પૂછયું કે, ધ ગ્રેટ ઇન્‍ડિયન કપિલ શો કયારે રિલીઝ થશે, જેના જવાબમાં કપિલ શર્માએ જવાબ આપ્‍યો કે, તે ૨૦ ડિસેમ્‍બરે તેની ચોથી સીઝન સાથે નેટફિ્‌લક્‍સ પર પાછો ફરશે. હવે તારીખ જાહેર થયા બાદ લોકો પહેલા એપિસોડના મહેમાનો વિશે પણ ઉત્‍સુક હતા. જોકે, એક અહેવાલ અનુસાર, કપિલ શર્માના શોમાં પહેલા એપિસોડના મહેમાનો બે ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્‍ગજ હોઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, હરભજન સિંહ પહેલા એપિસોડમાં તેમની પત્‍ની ગીતા બસરા સાથે દેખાશે, અને નવજોત સિંહ સિદ્ધુ તેમની પત્‍ની નવજોત કૌર સિદ્ધુ સાથે દેખાશે. જોકે, ‘આસ્‍ક મી એનિથિંગ' સેગમેન્‍ટ દરમિયાન કેટલાક લોકોએ કપિલને વિરાટ કોહલીને શોમાં આમંત્રિત કરવા કહ્યું હતું. કપિલ શર્માએ જવાબ આપતા કહ્યું હતું કે, તે હજુ સુધી વિરાટ કોહલીને મળ્‍યો નથી, પરંતુ જ્‍યારે તે મળશે, ત્‍યારે તે ચોક્કસપણે તેને તેના શોમાં આમંત્રણ આપશે. તમને જણાવી દઈએ કે, કપિલ શર્માની આગામી ફિલ્‍મ ‘કિસ કિસકો પ્‍યાર કરું ૨' આ શુક્રવારે ૧૨ ડિસેમ્‍બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે

(2:14 PM IST)