News of Saturday, 13th December 2025
૬૦ કરોડ રૂપિયા જમા કરાવી દો અને જાઓ
લંડન જવા લુક આઉટ સકર્યુલર સસ્પેન્ડ કરાવવા માગતાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટે કહ્યું...

મુંબઇ, તા.૧૩: છેતરપિંડીના કેસમાં તેમની વિરુદ્ધ ઇશ્યુ કરવામાં આવેલા લુક આઉટ સકર્યુલર (LOC)ને સસ્પેન્ડ કરવા માટે ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના હસબન્ડ રાજ કુન્દ્રાને ૬૦ કરોડ રૂપિયા ડિપોઝિટ કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું. લંડનમાં રાજ કુન્દ્રાના પપ્પા બીમાર છે અને તેમને મળવા જવાની પરવાનગી માટે શિલ્પા અને રાજે કોર્ટને વિનંતી કરી હતી. એ માટે તેમણે LOC સામે વચગાળાની રાહત મેળવવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમ્યાન ન્યાયાધીશોએ કહ્યું હતું કે ૬૦ કરોડ રૂપિયા ડિપોઝિટ કરી દો અથવા એટલી જ રકમની નૅશનલાઇઝ્ડ બૅન્કમાંથી બૅન્ક-ગૅરન્ટી આપો અને જાઓ. કોર્ટે આ કેસની આગળની સુનાવણી આગામી અઠવાડિયા પર મુલતવી રાખી હતી.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
