News of Monday, 15th December 2025
‘કિસ કિસકો પ્યાર કરું ૨'ના પ્રીમિયરમાં સુનીલ પાલની હાલત જોઈ ફેન્સ શોકમાં!
સુનીલ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને વધુ ચર્ચામાં નથી રહેતો તેનું વજન ઘટતું જોઈને ચાહકો તેના સ્વાસ્થ્ય વિશે ચિંતિત

મુંબઈ,તા.૧૫: કપિલ શર્માની ફિલ્મ કિસ કિસકો પ્યાર કરું ૨ નું પ્રીમિયર મુંબઈમાં થયું. આમિર ખાન, ટાઇગર શ્રોફ, મનોજ બાજપેયી, સુનીલ શેટ્ટી, જોની લીવર અને અન્ય ઘણા લોકો સહિત અનેક સેલિબ્રિટીઓ તેમને ટેકો આપવા માટે આવ્યા. જો કે, સૌનું ધ્યાન સુનીલ પાલ પર ગયું. સુનીલ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને વધુ ચર્ચામાં નથી રહેતો. જો કે, તે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને બધા સાથે પોતાના મંતવ્યો શેર કરે છે.
હકીકતમાં, જ્યારે સુનીલ પાલ કાર્યક્રમમાં પહોંચ્યો, ત્યારે બધા તેને જોઈને આヘર્યચકિત થઈ ગયા. સુનીલે તેના પાછલા દિવસોની સરખામણીમાં ઘણું વજન ઘટાડી દીધું છે. તેણે વાદળી શર્ટ, બ્લેક પેન્ટ, કાળી ટોપી અને ચંપલ પહેર્યા હતા. તેનું વજન ઘટતું જોઈને ચાહકો તેના સ્વાસ્થ્ય વિશે ચિતિત છે.
સુનીલને જોયા પછી, લોકો ખૂબ જ ટિપ્પણીઓ કરી રહ્યા છે. એકે લખ્યું, મને લાગે છે કે તેને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે. બીજાએ લખ્યું, મને ખબર નથી કે તેની સાથે આટલું ખરાબ શું થયું છે બીજાએ લખ્યું, તેની હાલત જોઈને ખૂબ જ દુખ થાય છે.
સુનીલ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને વધુ ચર્ચામાં નથી રહેતો. જો કે, તે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને બધા સાથે પોતાના મંતવ્યો શેર કરે છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
