<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

હૈવાનનો અક્ષયનો નવો લુક થયો લીક લાંબા વાળ અને વધેલી દાઢી

મુંબઈ,તા.૨૩: ડિરેક્‍ટર પ્રિયદર્શનની આગામી ફિલ્‍મ ‘હૈવાન'માં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન બન્ને સાથે કામ કરી રહ્યા છે. હાલમાં આ ફિલ્‍મનો અક્ષય કુમારનો લુક લીક થયો છે. અક્ષયનો આ લુક ખૂબ રફ અને ઇન્‍ટેન્‍સ દેખાય છે. લાંબા વાળ, વધેલી દાઢી, અડધી બાંધેલી પોનીટેઇલ અને લેધર જેકેટ... આ બધું મળીને તેના લુકને પ્રભાવશાળી બનાવે છે. રિપોર્ટ પ્રમાણે ‘હૈવાન' એક ઍક્‍શન-થ્રિલર ફિલ્‍મ છે અને એમાં અક્ષય કુમાર નેગેટિવ અથવા ગ્રે શેડ ધરાવતા પાત્રમાં જોવા મળી શકે છે.

(10:12 AM IST)