News of Tuesday, 23rd December 2025
બાદશાહ બન્યો ૧૮ કરોડ રૂપિયાની રેર રોલેક્સ પહેરનાર પહેલો ભારતીય
આ ઘડિયાળ ૧૮ કેરેટ યલો ગોલ્ડથી બની છે અને એમાં હોટ પિન્ક સેફાયર બેઝલ છે

મુંબઈ,તા.૨૩: ભારતીય રેપર અને ‘ઇન્ડિયન આઇડલ'નો જજ બાદશાહ રોલેક્સનું રેર મોડલ ડેટોના ‘બાર્બી' પહેરનાર પહેલો ભારતીય બન્યો છે. હાલમાં તે ‘ઇન્ડિયન આઇડલ'ના સેટ પર આ ઘડિયાળ સાથે જોવા મળ્યો હતો. લગભગ ૧૮ કરોડ રૂપિયાની કિમત ધરાવતી આ ઘડિયાળ ૧૮ કેરેટ યલો ગોલ્ડથી બની છે અને એમાં હોટ પિન્ક સેફાયર બેઝલ છે. આ ૧૮ કેરેટ યલો ગોલ્ડન ઘડિયાળના બેઝલ પર લગભગ ૪૦ પિન્ક કટ સેફાયર જડાયેલા છે, જ્યારે ડાયલ પર કલાક દર્શાવવા માટે ૧૨ પિન્ક સેફાયર લાગેલા છે. આ બ્લિંગથી સજ્જ ઘડિયાળ કોઈ પણ રીટેલ વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ નથી. દુનિયાભરમાં આ ઘડિયાળના દસથી ઓછા પીસ ઉપલબ્ધ છે અને એમાંથી એક બાદશાહ પાસે છે. બાદશાહ સિવાય આર્જેન્ટિનાના સ્ટાર ફુટબોલર લીઅનલ મેસી જેવી ગણતરીની સેલિબ્રિટી પાસે આ આ મોડલની ઘડિયાળ છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
