<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

બોલિવૂડના એવરગ્રીન અભિનેતા અનિલ કપૂરનો આજે જન્‍મદિવસ : ૭૦માં વર્ષમાં મંગલ પ્રવેશ

૪૦ થી વધુ વર્ષની ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીઝની કારકિર્દીઃ એક્‍શન, રોમેન્‍ટિક, કોમેડી ભૂમિકા ભજવી ૧૨૫ થી વધુ ફિલ્‍મોમાં અભિનય મિસ્‍ટર ઇન્‍ડિયા, તેજાબ, રામ લખન, પરિંદા, લમ્‍હે, બેટા, નાયક, તાલ અને વેલકમ જેવી સુપરહિટ ફિલ્‍મો આપી : ફિલ્‍મ હમારે તુમ્‍હારે થી લઈને વોર ૨ સુધીની ફિલ્‍મી યાત્રા ૪ થી ૫ આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ફિલ્‍મોમાં પણ કર્યો છેઃ અભિનય ટીવી અને વેબ પ્રોજેક્‍ટમાં પણ અનિલ કપૂર સક્રીય ૭૦ વર્ષે પણ યુવાન જેવો દેખાવ અને જોવા મળે છે ગજબની સ્‍ફૂર્તિ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા...) વાપીઃ  બોલીવુડના એવરગ્રીન અભિનેતા અનિલ કપૂરનો આજે જન્‍મ દિવસ છે લાખો ચાહકો તેમના પર શુભેછા વર્ષા કરી રહ્યાં છે.

અનીલ કપૂરનો જન્‍મ ૨૪ મી ડિસેમ્‍બર ૧૯૫૬ના રોજ મહારાષ્ટ્રમાં મુંબઈના ચેમ્‍બુર ખાતે થયો હતો, તેમના પિતા સુરેન્‍દ્ર કપૂર પ્રસિદ્ધ ફિલ્‍મ પ્રોડ્‍યુસર હતા અને માતાનું નામ નિર્મલ કપૂર હતું.

અનીલ કપૂરની ફિલ્‍મી કારકિર્દી જોઈએ તો માત્ર ૨૩ વર્ષ ની વયે વર્ષ ૧૯૭૯ માં ફિલ્‍મ હમારે તુમ્‍હારે  દ્વારા શરૂઆત કરી, પિતા ફિલ્‍મ પ્રોડ્‍યુસર હોવા છતાં શરૂઆત માં ઘણો સંઘર્ષ કરવો પડ્‍યો સાઈડ રોલ માં પણ કામ કરવું પડ્‍યું,ત્‍યાર બાદ ૧૯૮૩માં ફિલ્‍મ વોહ સાત દિનમાં મુખ્‍ય ભૂમિકા ભજવી અને ત્‍યાર બાદ ધીરે ધીરે તેમની કારકિર્દી આગળ વધવા લાગી એક પછી એક ફિલ્‍મો મળવા લાગી અને તેમનો અભિનય પણ પ્રેક્ષકો પસંદ કરવા લાગ્‍યા.

અનીલ કપૂર ૧૯૮૪ માં સુનિતા કપૂર સાથે લગ્ન કર્યા ત્‍યાર બાદ અનીલ જાણે સેટ થવા લાગ્‍યો  મશાલ, કર્મા,મિસ્‍ટર ઇન્‍ડિયા, તેજાબ, રામ લખન, પરિદા, બેટા લમ્‍હે, વિરાસત, તાલ, મેરી જંગ,નાયક, શોર્ટકટ, ટોટલ ધમાલ.... જેવી ફિલ્‍મો આપી રીતસર નો બોલિવૂડ ઉપર કબજો જમાવ્‍યો, એમાં પણ ટેલિવિઝન શો હોસ્‍ટ સ્‍લેમ ડોગ મિલિનિયોર દ્વારા તેમને વૈશ્વિક ઓળખ મળી.

ખુબ જ ઓછા સમયમાં અનીલ કપૂર છવાઈ ગયા. તેમણે મિસ્‍ટર ઇન્‍ડિયામાં  અરુણ વર્માનું, રામ લખનમાં લખન પ્રસાદ નામના યુવાન નુ, તેજાબમાં  મુન્નાનુ પરિંદામાં  કિસન તાલમાં વિક્રમજિત સિંહ, નાયકમાં શિવાજી રાવ, ટીવી સિરીઝ ભારતમાં જયસિંહ રાઠોડ, ફાઈટરમાં એર ફોર્સના સિનિયર અધિકારી જેવી ભૂમિકા ભજવી એ તમામ પાત્રોને જાણે જીવંત કરી દીધા, અનીલ કપૂરે યંગ હીરોથી લઈને શક્‍તિશાળી પિતા અને વિલન ની ભૂમિકા પણ ભજવી છે.

અનીલ કપૂરે શ્રીદેવી, માધુરી દીક્ષિત, મીનાક્ષી જુહી ચાવલા, ડિમ્‍પલ કાપડિયા, કરીના કપૂર, રવિના ટંડન, તબ્‍બુ, ઊર્મિલા માતોંડકર, કાજોલ મનીષા કોઈરાલા, ઐશ્વર્યા રાય, સહિતની અભિનેત્રીઓ સાથે કામ કર્યા બાદ વર્ષ ૨૦૦૦ પછીની નવી પેઢીની પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કિયારા અડવાણી, શેફાલી શાહ જેવી નવી પેઢી ની અભિનેત્રી ઓ સાથે પણ કામ કર્યું એટલે એ એવું કહી શકાય કે અનિલ કપૂરે ૩ પેઢીની અભિનેત્રી ઓ સાથે સફળ જોડી ઓ બનાવી, જેમાંથી શ્રીદેવી અને માધુરી દીક્ષિત સાથેની તેમની જોડી સૌથી વધુ યાદગાર માનવા માં આવે છે, અત્રે ઉલ્‍લેખનીય છે કે અનિલ કપૂરે પોતાની દીકરી સોનમ કપૂર સાથે પણ કામ કર્યું જેમાં તેમણે સોનમ ના પિતા ની ભૂમિકા ભજવી હતી જે ખરેખર લાગણીસભર રહી હતી.

અનીલ કપૂરે જેકી શ્રોફ, અમિતાભ બચ્‍ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન, સની દેઓલ, અર્જુન કપૂર, રણબીર કપૂર અને ઋત્‍વીક રોશન જેવા અભિનેતા સાથે કામ કર્યું છે.

અનીલ કપૂર આજે ૭૦ વર્ષની વયે પણ એટલા જ યંગ અને ફિટ દેખાય છે તેના રહસ્‍ય માટે તેઓ કહે છે કે નિયમિત વર્ક આઉટ, શિસ્‍ત બદ્ધ જીવન શૈલી અને પોઝિટિવ વિચાર ને ગણાવે છે, તેવો દરરોજ કાર્ડિયો, સ્‍ટ્રેન્‍થ ટ્રેનીંગ, યોગ અને સ્‍ટ્રેચિગ એઅસરસાઇઝ કરે છે, ખોરાક લેવામાં ખુબજ કાળજી રાખે છે અને દરરોજ ૭ થી ૮ કલાક ઊંઘ લે છે તેવો માને છે કે ફિટનેસ કોઈ ટ્રેન્‍ડ નથી એ જીવનશૈલી છે આજે પણ કામ માટે એટલા જ ઉત્‍સાહી છે, નવા કલાકારો સાથે કામ કરવા તેવો હંમેશા તૈયાર રહે છે, તેમનું માનવું છે કે ઉંમર માત્ર આંકડો છે, જુસ્‍સો જીવંત રહેવો જોઈએ

બોલિવૂડમાં આટલા વ્‍યસ્‍ત અને સફળ રહ્યા હોવા છતાં અનિલ કપૂર પરિવારપ્રેમી વ્‍યક્‍તિ છે, તેવો પરિવારને પ્રથમ સ્‍થાન આપે છે,પત્‍ની સુનિતા સાથેનુ લગ્ન જીવન ઈન્‍ડસ્‍ટ્રીઝ માં આદર્શ માનવામાં આવે છે, તેમની દીકરી સોનમ કપૂર કે જે અભિનેત્રી છે, બીજી દીકરી રિયા કપૂર ફિલ્‍મ પ્રોડ્‍યુસર છે અને પુત્ર હર્ષવર્ધાન અભિનેતા તરીકે કાર્યરત છે.

અનીલ કપૂર આઇડીબીઆઇ, અને યેસ બેંક, વોડાફોન, રિલાયન્‍સ ડિજિટલ, ઝંડુ બામ, બુસ્‍ટ, પોલિસી બાઝાર, માલાબાર ગોલ્‍ડ, એશિયન પેઇન્‍ટ્‍સ,હ્યુન્‍ડાઈ મોટર્સ,, જેવી કંપની સાથે જાહેરાતમાં પણ કામ કર્યું છે.

અનીલ કપૂરને ૧૯૮૯માં ફિલ્‍મ પરિંદા માટે રાષ્ટ્રીય ફિલ્‍મ પુરસ્‍કાર, તો ફિલ્‍મ બેટામાં શ્રેષ્ઠ અભિનેતા, વિરાસતમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા લાઇફ ટાઈમ અચિવમેન્‍ટ એવોર્ડ અને વર્ષ ૨૦૦૨ માં પદ્મશ્રી એવોર્ડ મળેલ છે, આશરે ૪૦ વર્ષ થી વધુ સમય ફિલ્‍મી કારકિર્દી માં કોઈ જ વિવાદમાં તેમનું નામ નથી આવ્‍યું એ મોટી વાત ગણાશે, આવા અભિનેતા અનિલ કપૂર આજે એટલે કે ૨૪મી ડિસેમ્‍બર ૨૦૨૫ના રોજ કારકિર્દીના ૬૯ વર્ષ પૂર્ણ કરી ૭૦માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્‍યારે તેમણે ફરી એકવાર હાર્દિક શુભકામનાઓ. 

(HAPPY BIRTHDAY)

(10:10 AM IST)