હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

મુંબઈ, તા. 25 : OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવ્યા બાદ હવે 'મિર્ઝાપુર' ની ખતરનાક દુનિયા મોટા પડદા પર દસ્તક આપવા તૈયાર છે. ગુંડાઓ, દેશી તમંચા અને પૂર્વાંચલની સત્તાની આ જંગમાં ફરી એકવાર 'ગુડ્ડુ ભૈયા' ઉર્ફે અલી ફઝલનો દબદબો જોવા મળશે. હાલમાં જ અલી ફઝલે ફિલ્મના રાજસ્થાન શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને આ નવા અનુભવ વિશે તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
અલી ફઝલે જણાવ્યું કે, 'મિર્ઝાપુર: ધ ફિલ્મ' માં ગુડ્ડુ ભૈયાનું પાત્ર પહેલા કરતા વધુ ગંભીર અને રહસ્યમય હશે. તેણે કહ્યું, "ગુડ્ડુ ભૈયાનું પાત્ર પોતાની અંદર એક ઊંડો બોજ અને વેદના વહન કરે છે. આ વખતે તે શબ્દોથી ઓછું અને પોતાની આંખો તથા મૌનથી વધુ બોલશે. જેસલમેરના ધગધગતા રણ અને જોધપુરના લોકેશન્સે આ વાર્તામાં એક નવું પરિમાણ ઉમેર્યું છે, જે સિનેમા હોલમાં દર્શકોને અચંબિત કરી દેશે."
રાજસ્થાની મહેમાનગતિથી અભિભૂત થયો 'ગુડ્ડુ ભૈયા'
શૂટિંગ પૂર્ણ થયા બાદ અલી ફઝલે સોશિયલ મીડિયા પર જેસલમેર અને જોધપુરના લોકોનો ખાસ આભાર માન્યો હતો. તેણે "ખમ્માગણી" કહીને સ્થાનિક લોકોની પ્રશંસા કરતા લખ્યું કે, ઘરથી દૂર હોવા છતાં અહીંના લોકોએ જે પ્રેમ અને આદર આપ્યો તેનાથી શૂટિંગ એક યાદગાર અનુભવ બની ગયું. ફિલ્મના સેટ પરથી વાયરલ થયેલા ફોટાઓએ પહેલાથી જ ફેન્સમાં ભારે ઉત્તેજના પેદા કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે 'મિર્ઝાપુર' ની વાર્તા કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિત વચ્ચેના વેર અને સત્તાના સંઘર્ષની આસપાસ ફરે છે. આ વખતે ફિલ્મ વર્ઝનમાં હિંસા, બદલો અને સંબંધોની રમત પહેલા કરતા વધુ રોમાંચક અને ભાવનાત્મક રહેવાની છે. મોટા પડદા પર કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયા વચ્ચેનો આ ટકરાવ જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM