News of Friday, 26th December 2025
ફેન્સે રશ્મિકાના આ રોલની વિજય દેવરકોંડા સાથે ક્રોસ ઓવરની માંગ કરી
હાથમાં બંદૂક અને લોહીલુહાણ ચહેરા સાથે રશ્મિકાનો મ્યાસા અવતાર ફેન્સને ગમી ગયો

મુંબઇ તા.૨૬: રશ્મિકા મંદાના લીડ રોલમાં છે એવી રવિન્દ્ર પુલેની ફિલ્મ મ્યાસાનો ફર્સ્ટ લીક જાહેર થઈ ગયો છે. બુધવારે આ લૂક રિલીઝ થયો, જેમાં રશ્મિકાની એક નવી જ બાજુ જોવા મળી છે. અત્યાર
સુધીમાં રશ્મિકાએ મોટા ભાગે ક્લાસી અને સોફેસ્ટિકેટેડ રોલ વધુ કર્યા છે. ત્યારે આ ફિલ્મના ફર્સ્ટ લૂકમાં રશ્મિકાનો લોહી લૂહાણ ચહેરો અને હાથમાં બંદૂક જોવા મળે છે. ત્યારે દર્શકોએ આ લૂક જોઈને તેના વિજય દેવરકોંડાના રાઉડી જનાર્દના સાથે ક્રોસ ઓવરની પણ માંગ કરી છે.
રશ્મિકાએ પોતાના સોશિયલ મીડિયામાં મ્યાસાની ઝલક આપી છે, જેને ‘‘ટિપ ઓફ આઇસબર્ગ'' કહ્યું છે. તેણે આ ફોટો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું, ‘‘મ્યાસા આ માત્ર એક હિમશીલાની ટોચ છે. અમે એક સાંજે કશુંક મજા આવે એવું કરવા માગતાં હતાં, જેથી અમે તમને હાલની દુનિયા અને કેટલીક ગંભીર બાબતો પણ બતાવી શકીએ..તમને ટૂંક સમયમાં જ આ જોવા મળશે. તો મજા લો.''
આ ઝલકમાં એક મોશન પિક્ચર રજૂ કરાયું છે, જેમાં તે કૂર્તા પાયજામામાં દેખાય છે અને કોઈ સાથે સંઘર્ષ કર્યાં પછી તે લોહી લૂહાણ હાલતમાં દેખાય છે, તેણે હાથમાં એક રાયફલ પહેરેલી છે. તે લડથડિયાં ખાય છે, છતાં તે રાઇફલ ઉઠાવીને લડવા તૈયાર થઈ જાય છે. ખુબ ઘવાયેલી હોવા છતાં તે હાર માનતી નથી અને લડવા તૈયાર થાય છે, તેનો ચહેરો દેખાય છે અને તેની ચીસ સંભળાય છે.
આ મોશન પિક્ચરમાં રશ્મિકાની માતાનો રોલ કરી રહેલી ઇશ્વરી રાવનો અવાજ સંભળાય છે, વોઇસ ઓવરમાં તે કહે છે, ‘‘એમણે કહ્યું, મારી દીકરી મૃત્યુ પામી છે. પણ ધરતી મારી દીકરીનું લોહી છૂપવતાં ધરતી પણ ડરથી ધ્રુજી ઉઠી. હવે પણ થંભી ગઈ, જે મારી દિકરીના શ્વાસનો ભાર ન ખમી શકી. મારી દીકરીનો ગુસ્સો જોઈને આગ પણ રાખ બની ગઈ. અંતે મોત પણ મારી દીકરીને મારી શક્યું નહીં અને તેની સામે મોત પણ મરી ગયું. તમને ખબર છે મારી દીકરી કોણ છે?'' ફિલ્મની ટીમ મુજબ મ્યાસા એક ભયાનક ગોંડ ષી, મહિલાને કેન્દ્રમાં રાખતી ફિલ્મ છે જેમાંસ્ત્રીનું શક્તિશાળી, ક્રૂર અને અતિ લાગણીશીલ સ્વરૂપ જોવા મળશે. રશ્મિકાના આ અવતારના સોશિયલ મીડિયા પર વખાણ થયા છે અને ઘણા લોકોએ પાવર કપલ ગણાતા વિજય-રશ્મિકાના રાઉડી જનાર્દના સાથે મ્યાસાના ક્રોસ ઓવરની પણ માંગ કરી છે
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
