<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

'દ્રશ્યમ ૩' માં મોટું ભંગાણ! અક્ષય ખન્નાએ છેલ્લી ઘડીએ ફિલ્મ છોડતા ડાયરેક્ટર લાલચોળ, જાણો સુપરસ્ટાર અજય દેવગને શું આપી પ્રતિક્રિયા?

એગ્રીમેન્ટ છતાં અક્ષય ખન્નાએ ફિલ્મ ઠુકરાવી: ડાયરેક્ટર અભિષેક પાઠકે ફેંક્યો પડકાર- "ભવિષ્યમાં એક સોલો હિટ ફિલ્મ આપીને બતાવો"; વિગ (Wig) ની વિચિત્ર માંગણી વિવાદનું કારણ બની હોવાનો ઘટસ્ફોટ

નવી દિલ્હી:  બોલિવૂડની સૌથી લોકપ્રિય સસ્પેન્સ થ્રિલર ફ્રેન્ચાઇઝી 'દ્રશ્યમ ૩' ને લઈને હાલમાં ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ફિલ્મ 'ધુરંધર' ની જંગી સફળતા બાદ અભિનેતા અક્ષય ખન્નાએ અચાનક જ 'દ્રશ્યમ ૩' માંથી બહાર નીકળી જવાનો નિર્ણય લેતા નિર્માતાઓ અને ડાયરેક્ટર આઘાતમાં છે. આ મામલે હવે ફિલ્મના ડાયરેક્ટર અભિષેક પાઠક અને સુપરસ્ટાર અજય દેવગનનું મોટું નિવેદન સામે આવ્યું છે.
 ડાયરેક્ટર અભિષેક પાઠકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અક્ષય ખન્ના સાથે બધું જ નક્કી થઈ ગયું હતું. તેમને સ્ક્રિપ્ટ ગમી હતી, લુક ટેસ્ટ અને કોસ્ચ્યુમ પણ ફાઈનલ થઈ ગયા હતા. પરંતુ ફિલ્મ 'ધુરંધર' રિલીઝ થવાના બરાબર એક દિવસ પહેલા તેમણે અચાનક 'દ્રશ્યમ ૩' કરવાની ના પાડી દીધી. ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, અક્ષય ખન્નાએ લુક માટે 'હેર વિગ' ની જે માંગણી કરી હતી તે સ્વીકારી શકાય તેમ નહોતી, કારણ કે આ સિક્વલ હોવાથી પાત્રોના લુકમાં મોટો ફેરફાર કરવો શક્ય નહોતો.
: આ વિવાદ અંગે જ્યારે અજય દેવગન સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે ખૂબ જ શાંતિથી પ્રતિક્રિયા આપી હતી. અજયે ડાયરેક્ટર અને નિર્માતાઓને કહ્યું કે, "તમે જોઈ લો આગળ શું કરવાનું છે, આ મામલો તમારા અને નિર્માતાઓ વચ્ચેનો છે." અજય દેવગને પ્રોફેશનલ અભિગમ અપનાવતા મામલો નિર્માતાઓ પર છોડી દીધો છે.
 અભિષેક પાઠકે અક્ષય ખન્નાની ટીકા કરતા કહ્યું કે, તેઓ કોઈ પણ સોલો ફિલ્મ હિટ કરી શકતા નથી અને હવે તેઓ અક્ષયને પડકાર ફેંકે છે કે તે ભવિષ્યમાં કોઈ એક સોલો ફિલ્મ હિટ કરીને બતાવે. જોકે, અફવાઓ એવી પણ હતી કે અક્ષયે ૨૧ કરોડની ફી માંગી હતી, પરંતુ ડાયરેક્ટરે ફીના મામલાને નકારી કાઢ્યો છે અને વિવાદનું કારણ માત્ર 'લુક' અને 'ક્રિએટિવ ડિફરન્સ' હોવાનું જણાવ્યું છે.
 મેકર્સ દ્વારા 'દ્રશ્યમ ૩' ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ૨ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ મોટા પડદે રિલીઝ થશે. અક્ષય ખન્નાના એક્ઝિટ બાદ હવે વિજય સાલગાંવકર (અજય દેવગન) ની સામે કયો નવો તપાસ અધિકારી આવશે, તે જોવું રસપ્રદ રહેશે

(8:46 PM IST)