<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

'બોર્ડર 2' માં સંગીતનો મહાસંગમ: 'ઘર કબ આઓગે' ગીત માટે સોનુ નિગમ, અરિજીત સિંહ અને દિલજીત દોસાંજ જેવા દિગ્ગજો એકસાથે!

૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ જેસલમેરના ઐતિહાસિક લૌંગેવાલા બોર્ડર પર લોન્ચ થશે આ આઈકોનિક ગીતનું નવું સંસ્કરણ; બોલિવૂડના માંધાતા ગાયકોની જુગલબંદીથી ફરી ગુંજી ઉઠશે શૌર્યગાથા

જેસલમેર :  વર્ષ ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘બોર્ડર’ના જે ગીતે દરેક ભારતીયની આંખમાં આંસુ લાવી દીધા હતા, તે ‘સંદેશે આતે હૈ... ઘર કબ આઓગે’ ગીત હવે નવા અવતારમાં પરત ફરી રહ્યું છે. ‘બોર્ડર 2’ ના નિર્માતાઓએ આ પ્રતિષ્ઠિત ગીતના ટીઝર સાથે એક ઐતિહાસિક મ્યુઝિકલ કોલેબોરેશનની સત્તાવાર જાહેરાત કરી છે, જેણે સોશિયલ મીડિયા પર અત્યારથી જ ધૂમ મચાવી દીધી છે.
આ નવા સંસ્કરણની સૌથી મોટી વિશેષતા તેમાં અવાજ આપનારા ગાયકોની યાદી છે. આ ગીતમાં મૂળ ગાયક સોનુ નિગમની સાથે વર્તમાન સમયના સુપરસ્ટાર ગાયકો અરિજીત સિંહ, દિલજીત દોસાંજ અને વિશાલ મિશ્રાના અવાજો સાંભળવા મળશે. ભારતીય સંગીત જગતના આ ચાર દિગ્ગજો પહેલીવાર કોઈ એક પ્રોજેક્ટ માટે સાથે આવ્યા છે, જે ચાહકો માટે એક મોટી ભેટ સમાન છે.
 નિર્માતાઓએ આ ગીતના લોન્ચિંગ માટે પણ એક ખાસ સ્થળ પસંદ કર્યું છે. ૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજસ્થાનના જેસલમેર ખાતે આવેલા ઐતિહાસિક લૌંગેવાલા-તનોટ બોર્ડર પર એક ભવ્ય સમારોહમાં આ ગીત લોન્ચ કરવામાં આવશે. લૌંગેવાલા એ જ ભૂમિ છે જ્યાં ૧૯૭૧ના યુદ્ધમાં ભારતીય સૈનિકોએ અપ્રતિમ શૌર્ય બતાવ્યું હતું, જેના પર આ ફિલ્મ આધારિત છે.
સની દેઓલ સ્ટારર 'બોર્ડર 2' ના આ ગીતનું ટીઝર રિલીઝ થતા જ ચાહકોમાં ઉત્તેજના વધી ગઈ છે. જૂના ગીતની ઈમોશનલ કનેક્ટિવિટી અને નવા ગાયકોની ફ્રેશનેસ આ ગીતને ૨૦૨૬નું સૌથી મોટું ચાર્ટબસ્ટર બનાવશે તેવું લાગી રહ્યું છે

(8:58 PM IST)