News of Monday, 29th December 2025
અક્ષય ખન્ના વિવાદોના વંટોળમાં: ‘દ્રશ્યમ 3’ છોડ્યા બાદ હવે ડાયરેક્ટરે કાઢ્યું જૂનું વેર, કહ્યું- "તે અહંકારી, આળસુ અને સનકી છે, કામ કરવું અશક્ય!"
ફિલ્મ ‘ધુરંધર’ની સફળતા બાદ અક્ષય ખન્નાના બદલાયા તેવર? ‘સેક્શન 375’ના રાઈટર-ડાયરેક્ટર મનીષ ગુપ્તાનો વિસ્ફોટક ખુલાસો- "મેં તેને હીરો બનાવ્યો પણ તે એહસાનફરામોશ નીકળ્યો"

મુંબઈ: બોલિવૂડમાં અત્યારે એક તરફ રણવીર સિંહ અને અક્ષય ખન્નાની ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ૧૦૦૦ કરોડની કમાણી કરીને ઈતિહાસ રચી રહી છે, તો બીજી તરફ ફિલ્મમાં 'રહેમાન ડકૈત'નું પાત્ર ભજવનાર અક્ષય ખન્ના વિવાદોમાં ઘેરાઈ રહ્યો છે. તાજેતરમાં ‘દ્રશ્યમ 3’ (Drishyam 3) જેવી મોટી ફિલ્મ છેલ્લી ઘડીએ છોડી દેવા બદલ અક્ષય ખન્નાની ટીકા થઈ રહી છે, ત્યારે હવે એક જૂનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે.
ફિલ્મ ‘સેક્શન 375’ ના રાઈટર અને ડાયરેક્ટર મનીષ ગુપ્તાનો એક જૂનો ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મનીષ ગુપ્તાએ અક્ષય ખન્ના પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે, "અક્ષય ખન્ના ખૂબ જ સનકી અને આળસુ કલાકાર છે. તે સેટ પર પોતાની મનમાની ચલાવે છે અને ક્યારેય સમયસર શૂટિંગ માટે આવતો નથી. મેં તેને આ ફિલ્મમાં મોટો રોલ આપ્યો, તેને હીરો બનાવ્યો પણ તે એહસાનફરામોશ નીકળ્યો."
: મનીષ ગુપ્તાએ દાવો કર્યો છે કે અક્ષય ખન્નાનું વર્તન સેટ પર ખૂબ જ ખરાબ હોય છે અને તે અન્ય ક્રૂ મેમ્બર્સનું અપમાન કરે છે. આ જ કારણ છે કે ઘણા ડાયરેક્ટર્સ તેની સાથે કામ કરવાનું ટાળે છે. મનીષના મતે અક્ષય એક સારો એક્ટર ચોક્કસ છે, પણ સારો માણસ નથી. ‘દ્રશ્યમ 3’ ના પ્રોડ્યુસર કુમાર મંગત પાઠક પણ અક્ષયના વલણથી નારાજ છે, કારણ કે તેણે ફિલ્મનું શૂટિંગ શરૂ થવાના થોડા દિવસો પહેલા જ પ્રોજેક્ટને લાત મારી દીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘દ્રશ્યમ 3’ ના મેકર્સ અક્ષય ખન્ના સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે. કહેવાય છે કે અક્ષયે ફિલ્મ છોડતા હવે અજય દેવગણની આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં પણ ફેરફાર કરવો પડ્યો છે. 'ધુરંધર' ની જંગી સફળતા બાદ અક્ષય ખન્નામાં અહંકાર આવી ગયો હોવાના આરોપો પણ સોશિયલ મીડિયા પર લાગી રહ્યા છે
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
