News of Thursday, 8th January 2026
વિકેન્ડમાં મનોરંજનનો ઓવરડોઝ: હોરર, એક્શન અને ડ્રામાથી ભરપૂર 10 ફિલ્મો-સિરીઝ થશે રિલીઝ, પ્રભાસની 'ધ રાજા સાબ' થી લઈને 'દે દે પ્યાર દે 2' મચાવશે ધૂમ!
થિયેટરોથી લઈને OTT સુધી જામશે જલસો; નેટફ્લિક્સ, જિયો હોટસ્ટાર અને સોની લિવ પર નવા વર્ષનો બીજો શુક્રવાર રહેશે બ્લોકબસ્ટર

નવી દિલ્હી:વર્ષ 2026નો બીજો શુક્રવાર સિનેમાપ્રેમીઓ માટે ભેટ સોગાદો લઈને આવી રહ્યો છે. જો તમે વીકએન્ડમાં ઘરની બહાર જઈને પોપકોર્ન સાથે ફિલ્મ જોવાનો પ્લાન કરી રહ્યા હોવ કે પછી ઘરે બેસીને OTT પર મજ્જા કરવા માંગતા હોવ, બંને માટે આ શુક્રવાર (9 જાન્યુઆરી) સુપરહિટ રહેવાનો છે. થિયેટર અને ડિજિટલ પ્લેટફોર્મ પર કુલ 10 મોટી ફિલ્મો અને સિરીઝ દસ્તક આપી રહી છે.
થિયેટરોમાં સૌથી વધુ ચર્ચા સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને સંજય દત્તની ફિલ્મ 'ધ રાજા સાબ' ની છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ છે જે તેલુગુ ઉપરાંત હિન્દી સહિત 5 ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. એડવાન્સ બુકિંગના આંકડા જોતા લાગે છે કે પ્રભાસ ફરી એકવાર બોક્સ ઓફિસ હચમચાવી દેશે.
દે દે પ્યાર દે 2 (નેટફ્લિક્સ): અજય દેવગણ, આર. માધવન અને રકુલ પ્રીત સિંહની આ રોમેન્ટિક કોમેડી થિયેટરમાં ધૂમ મચાવ્યા બાદ હવે તમારા મોબાઈલ અને ટીવી સ્ક્રીન પર આવી રહી છે.
ફ્રીડમ એટ મિડનાઈટ સીઝન 2 (સોની લિવ): ઈતિહાસના શોખીનો માટે નિખિલ અડવાણીની આ સિરીઝ ખાસ છે. આ સીઝનમાં ભારતની આઝાદી પછીના ઉથલપાથલભર્યા મહિનાઓની વાર્તા જોવા મળશે.
મેડિકલ ડ્રામાના ચાહકો માટે અમેરિકન સિરીઝ 'ધ પિટ' પરત ફરી રહી છે, જે ટ્રોમા સેન્ટરના રોમાંચક કિસ્સાઓ બતાવશે.
માસ્ક (ZEE5): એક્શનના શોખીનો માટે તમિલ એક્શન થ્રિલર 'માસ્ક' રિલીઝ થઈ રહી છે.
મલયાલમ સ્પોર્ટ્સ ડ્રામા 'બાલ્ટી'માં કબડ્ડીના ખેલાડીઓ વચ્ચેનું જબરદસ્ત યુદ્ધ અને મિત્રતાની વાત છે.
રોમેન્ટિક નોવેલ પર આધારિત આ ફિલ્મ યુવા પ્રેક્ષકો માટે બેસ્ટ ચોઈસ બની શકે છે.
આ સિવાય 'અ થાઉઝન્ડ બ્લોઝ' અને 'આલ્ફા મેલ્સ' જેવી વિદેશી સિરીઝ પણ રજૂ થઈ રહી છે. તો આ સપ્તાહના અંતે તમારે કઈ ફિલ્મ જોવી છે તેનું લિસ્ટ અત્યારથી જ બનાવી લો!
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
