તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 10th January 2026
ફિલ્મ અભિનેતા ઋત્વિક રોશનનો આજે જન્મ દિવસ
‘‘ગ્રીક ગોડ ઓફ બૉલીવુડ'' ‘‘કહો ના પ્યાર હૈ''થી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી મિશન કાશ્મીર, કોઈ મીલ ગયા, ધૂમ, જોધા અકબર, અગ્નિપથ, અને ફાઉટર જેવી ફિલ્મો દ્વારા છવાયા : શાનદાર ડાન્સર અને ફિટનેસ આઇકોન

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા ઋત્વિક રોશન નો આજે જન્મ દિવસ છે તેમના લાખ્ખો ચાહકો આજે સવારથી તેમના પર શુભેચ્છા વર્ષા કરી રહ્યા છે.
ઋત્વિક રોશનનો જન્મ ૧૦મી જાન્યુઆરી ૧૯૭૪ના રોજ મુંબઈ ખાતે થયો હતો, પિતા રાકેશ રોશન પ્રસિદ્ધ અભિનેતા અને દિગ્દર્શક હતા, માતાનું નામ પિન્કી રોશન, બાળપણથી જ ઋત્વિક શાંત અને શરમાળ હતા તેમને સ્ટટરીંગની એટલે કે બોલવામાં અચકાવાની સમસ્યા હતી, તેમજ તેમના જમણા હાથમાં કુલ૫ ને બદલે ૬ આંગળી હતી ,એટલે આત્મ વિશ્વાસની કમી હતી પરંતુ તેમણે ખૂબ જ ધીરજથી આ સમય પસાર કર્યો.
તેમણે મુંબઈ ની કોલેજ માં થી કોમર્સ નો અભ્યાસ કર્યો અભિનય તો લોહી માં જ હતો, એટલે તેમણે અભ્યાસ સાથે સાથે તેમણે નળત્ય, અભીનય અને શરીર રચના ની તાલીમ લીધી, ઋત્વિકે ૧૯૮૦ માં બાળ કલાકાર તરીકે ફિલ્મ ૅઆશૉ અને ૅ આપકે દીવાને ૅ માં કામ કર્યું.
જ્યારે મુખ્ય અભિનેતા તરીકે વર્ષ ૨૦૦૦માં રાકેશ રોશન દિગ્દર્શિત ‘‘કહો ના પ્યાર હૈ ''માં આવ્યો જેમાં તેમણે ડબલ રોલ કર્યોહતો, પ્રથમ ફિલ્મ જ સુપરહિટ થતા ઋત્વિક રાતોરાત સ્ટાર બની ગયો, બસ પછી તો જોવું જ શું હતું, એક પછી એક ફિલ્મો આવવા લાગી, તેમની એક ઝલક જોઈએ તો.
મુખ્ય અભિનેતા તરીકે ૨૦૦૦થી ૨૦૦૪ દરમ્યાન કહો ના... પ્યાર હૈ, ફિઝા, મિશન કાશ્મીર, યાદેં,આપ મુઝે અચ્છે લગને લગે,કોઈ... મિલ ગયાઅને લક્ષ્ય.
૨૦૦૫ - થી ૨૦૨૦ દરમ્યાન કળશ,ધૂમ ૨, જોધા અકબર, લક બાય ચાન્સ (કેમિયો), ગુઝારિશ, ઝિંદગીના મિલેગી દોબારા,અગ્નિપથ,કળશ ૩, બેંગ બેંગ, મોહેંજો દારો,કાબિલ, સુપર ૩૦, વોર, અને વર્ષ ૨૦૨૧થી અત્યાર સુધીની જોઈએ તો વિક્રમ વેધા, અને ફાઇટર, વોર ૨.
ઋત્વિક એક એવા અભિનેતા છે જે રોલમાં ડુબી જાય છે તેમણે રોમેન્ટિક એક્શન હીરો, આંતરિક સંઘર્ષ કરતો યુવાન, માનસિક રીતે નબળો યુવાન, નિષ્ક્રિય યુવક, આર્મી અધિકારી, ચોર પરંતુ સ્ટાઇલ આઇકોન, બદલો લેતો અને સંઘર્ષ કરતો યુવાન , ગેંગસ્ટર જેવી અનેક ભૂમિકા ભજવી છે.
ઋત્વિક રોશને અમિતાભ બચ્ચન,શાહરૂખ ખાન, સલમાન ખાન, ટાઇગર શ્રોફ, અનિલ કપૂર , અભિષેક બચ્ચન, સૈફ અલી ખાન, સહિત ના મુખ્ય અભિનેતા ઓ અને અમીષા પટેલ, કરીના કપૂર, ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા, કંગના રનૌત, કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણ જેવી મુખ્ય અભિનેત્રીઓ સાથે કામ કરી ચૂકયા છે.
ઋત્વિકના પારિવારિક જીવન વિશે જોઈએ તો ઋત્વિકના લગ્ન ૨૦૦૦માં સુઝેન ખાન સાથે થયા હતા કે જેવો એક ઇન્ટિરિયર ડિઝાઇનર હતા ,૨૦૧૪માં તેમની સાથે છૂટાછેડા લીધા છે, તેમને બે પુત્રો છે.
ઋત્વિકને ૬ જેટલા ફિલ્મફેર એવોર્ડ તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મળી ચૂકયા છે, બોલિવૂડના શ્રેષ્ઠ નળત્યકારમાં ગણના પામે છે, ફિટનેસ આઇકનમાં ઋત્વિક ગણના પામે છે , પોતાની ‘‘એચઆરએક્સ'' ફિટનેસ અને લાઇફ સ્ટાઇલ બ્રાન્ડ ચલાવે છે, ઋત્વિક ફિલ્મો ઉપરાંત અનેક બ્રાન્ડ ની જાહેરાતો માં આવી ને કરોડો ની કમાણી પણ કરે છે.
ખૂબ જ શાંત અને નમ્ર એવા ઋત્વિક આજે એટલે કે ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ૫૨ વર્ષ પૂર્ણ કરી ૫૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ... HAPPY BIRTHDAY RUTVIK
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
