હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
85 વર્ષના સુપરસ્ટાર અલ પચિનો ફરી 53 વર્ષ નાની ગર્લફ્રેન્ડના પ્રેમમાં? 83ની ઉંમરે પિતા બન્યા બાદ બ્રેકઅપ થયું હતું, હવે લોસ એન્જલસમાં રોમેન્ટિક ડેટ પર જોવા મળ્યા!
નૂર અલફલ્લાહ અને અલ પચિનો વચ્ચે ફરી ખીલ્યો પ્રેમ: પુત્ર રોમનના જન્મ બાદ DNA ટેસ્ટ અને કસ્ટડીના વિવાદે મચાવી હતી ખળભળાટ – શું આ જોડી ફરી એક થશે?

નવી દિલ્હી: કહેવાય છે કે પ્રેમની કોઈ સીમા હોતી નથી અને ઉંમર તો માત્ર એક આંકડો છે. આ વાતને ફરી એકવાર સાચી સાબિત કરી રહ્યા છે હોલીવુડના દિગ્ગજ અભિનેતા અલ પચિનો. 85 વર્ષની વયે પહોંચેલા આ અભિનેતા અને તેમની 32 વર્ષીય ગર્લફ્રેન્ડ નૂર અલફલ્લાહ ફરી એકવાર સાથે જોવા મળતા હોલીવુડમાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. લાંબા સમયના વિખવાદ બાદ આ જોડી લોસ એન્જલસમાં એક શાનદાર ડિનર ડેટ પર સાથે જોવા મળી હતી.
પેજ સિક્સના રિપોર્ટ અનુસાર, અલ પચિનો અને નૂર તાજેતરમાં લોસ એન્જલસના પ્રખ્યાત 'સાન વિસેન્ટ બંગલો'ની બહાર કેમેરામાં કેદ થયા હતા. ૨૦૨૩માં અલગ થયા બાદ આ પ્રથમ પ્રસંગ છે જ્યારે બંને આ રીતે જાહેરમાં સાથે જોવા મળ્યા છે. જોકે, બંનેની ટીમ તરફથી આ મુલાકાતને 'મિત્રતા' ગણાવવામાં આવી રહી છે, પરંતુ તેમની કેમિસ્ટ્રી કંઈક અલગ જ વાર્તા કહી રહી છે.
આ કપલ ૨૦૨૩માં ત્યારે દુનિયાભરમાં ચર્ચામાં આવ્યું હતું જ્યારે નૂરે પુત્ર રોમન પચિનોને જન્મ આપ્યો હતો. 83 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બનવા જઈ રહેલા અલ પચિનો પોતે પણ આશ્ચર્યમાં હતા. તેમણે તો ત્યાં સુધી શંકા વ્યક્ત કરી હતી કે તેઓ આ ઉંમરે પિતા બની શકે નહીં, જેના કારણે તેમણે બાળકનો DNA ટેસ્ટ પણ કરાવ્યો હતો. ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને અલ પચિનોએ બાળકની કસ્ટડી માટે કાનૂની લડાઈ લડી હતી.
કોર્ટે અલ પચિનોને બાળકની મુલાકાત લેવાનો અધિકાર આપ્યો હતો, ત્યારથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. થોડા સમય પહેલા જ અલ પચિનોએ પોતાની જાતને 'સિંગલ' જાહેર કરી હતી અને નૂરને માત્ર એક સારી મિત્ર ગણાવી હતી. પરંતુ હવે, જ્યારે તેઓ ફરીથી રોમેન્ટિક ડેટ પર જોવા મળ્યા છે, ત્યારે ફેન્સમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું 85 વર્ષની ઉંમરે અલ પચિનોના જીવનમાં ફરી પ્રેમની એન્ટ્રી થઈ છે? અલ પચિનો હોલીવુડના એવા કલાકારોમાં સામેલ છે જેમણે ક્યારેય લગ્ન કર્યા નથી, પરંતુ તેમના અનેક અફેર્સ અને બાળકો હંમેશા હેડલાઇન્સમાં રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે નૂર સાથેની આ મુલાકાત નવો વળાંક લે છે કે નહીં.
અલ પચિનો અને નૂર વચ્ચે 53 વર્ષનો તફાવત હોવા છતાં, હોલીવુડમાં આ જોડી હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. નૂર અલફલ્લાહનું નામ અગાઉ પણ ઘણા પ્રખ્યાત વૃદ્ધ સેલિબ્રિટીઝ સાથે જોડાઈ ચૂક્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
